________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અણીગત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ફૂટ ઊંચું અને સૌથી ઊંચુ શિખ ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
ભારતમાં પત્થરોમાં પ્રથમ કક્ષાના કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પત્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા, બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વિના રહેતો નથી.
આ સંકુલમાં પ્રવેશ કરતાં જ યાત્રિક પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં આવ્યાનો અનુભવ કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ફરતી ભમતીમાં સત્તાવનમી દેવકુલિકામાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી મનોહારી અને નયનરમ્ય છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી સસફણાથી મંડિત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
ભાવનગરમાં જિતેન્દ્ર નામનો પચ્ચીસ વર્ષનો જૈન યુવાન એક કારખાનામાં મજુરીકામ કરતો હતો. તેના માતા-પિતા સ્વભાવે શાંત અને વિવેકી હતા. જિતેન્દ્રના પિતા વારંવાર બીમાન પડતા હોવાથી ઘેર જ રહેતા હતા. આથી જિતેન્દ્રની ઉપર ઘરનો ભાર હતો. ઘરમાં માત્ર ત્રણ વ્યક્તિ જ હતા. તેઓ એક
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૭