________________
લાવવામાં આવી અને આ પ્રતિમાજીને ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી, ત્યારથી ખંભાત પવિત્ર તીર્થસ્થળ ગણાવા લાગ્યું.
પ્રાચીન ગ્રંથોમાં ખંભાતના વિવિધ નામો રહ્યાં છે. ખંભાતના ત્રંબાવતી, ભોગાવતી, કનકાવતી, રૂપવતી, લીલાવતી, ખંભાવતી, અમરાવતી, સ્તંભતીર્થ, સ્તંભન, સ્તંભનપુર, ખંભ નગરી, થંભનપુર, થંભતીરથ વગેરે વિવિધ નામો રહ્યાં છે. અંગ્રેજીમાં “કેમ્બે' નામથી ઓળખાય છે.
મહારાજા સિધ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળની અમી દૃષ્ટિ ખંભાત પ્રત્યે રહી હતી. તે કારણે જ અહીંના ધનિક શ્રેષ્ઠીઓનો ફાળો નાનોસૂનો નથી. ખંભાતમાં અનેક જ્ઞાની અને સમર્થ આચાર્યોની આવન-જાવન રહી છે. જૈનાચાર્યો એ અહીં રહીને શાસન-પ્રભાવનાના અનેક મહાન કાર્યો કર્યા છે. ખંભાતમાં રહીને અનેક જૈનાચાર્યોએ સાહિત્ય સર્જન કર્યા છે.
આ નગરીમાં કલિકાલ સર્વદા શ્રી હેમચંદ્રાચાર્ય સહિત અનેક જ્ઞાની આચાર્યોના પગલાંથી ધરતી પવિત્ર બની છે. ઉધ્યનમંત્રી, સજ્જનમંત્રી સહિત અન્ય મહાપુરુષોના કુનેહ અને કૌશલ્યનો લાભ ખંભાતને મળેલો. અનેક શ્રેષ્ઠીઓએ લક્ષ્મીનો સદ્વ્યય કરીને ખંભાતને રોનક બક્ષવામાં સહયોગ આપ્યો
ગૌરવપ્રદ પ્રતિમા ધરાવતું ખંભાત આજેપણ ગુજરાતનું ગૌરવ છે. આજે પણ અનેક ભવ્ય જિનાલયો આ નગરીની શોભા છે. સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શ્રધ્ધાળુઓના અંતરમનને પરમ શાંતિનો આફ્લાદક અનુભવ કરાવનારું છે.
| વિક્રમ સંવત ૧૯૯૯૦ માગસર સુદ-૧૧ ના આ પ્રાચીન જિનાલયનો જીર્ણોધ્ધાર થયો હતો. આ જિનાલયમાં પદ્માવતી દેવીની અલૌકિક અને ચમત્કારી મૂર્તિ છે. લોકોની પરમ શ્રધ્ધા પદ્માવતી દેવીની આરાધનામાં જોવા મળે છે. તેથી આ જિનાલયને ‘પદ્માવતીના દેરા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંઘવીની પોળમાં જ શ્રી વિમલનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય જિનાલય
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૨