________________
અજમેરના રાજા વિશલદેવ ઔહાણે વિક્રમ સંવત ૧૦૮૦ની આસપાસ ‘વિસલનગર’ વસાવ્યું હતું જે આજે ‘વિસનગર' તરીકે ઓળખાય છે. બારમા સૈકામાં મહેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું ત્યાં પૂર્વે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ બિરાજતા હતા. વિક્રમ સંવત ચૌદમા સૈકામાં મુસ્લિમ આક્રમણખોરોનું આ જિનાલય ભોગ બન્યું હતું. ત્યારે સુરક્ષા કાજે મૂળનાયકની પ્રતિમાજીને કૂવામાં ભંડારી દીધી હોવાની સંભાવના જણાય છે.
વર્ષો પછી મહેસાણાના કોડિ કૂવામાંથી આ પ્રતિમાજી પ્રગટ થઈ. તે પ્રતિમાજી વિસનગર લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. વિસનગરના ત્રણ માળના જિનાલયમાં પ્રથમ માળે મૂળનાયક તરીકે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ, બીજે માળે શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ તથા ત્રીજે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
આ જિનાલયને ફરતી ભમતીમાં ૨૪ તીર્થકર ભગવંતોના ગોખલા છે. આ પ્રાચીન, પરમ દર્શનીય જિનાલયના નિર્માણમાં શ્રાવક શેઠ ગલાચંદે મહત્વનું આર્થિક યોગદાન આપેલ છે. પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૮૬૩ના ફાગણ સુદ-૩ના થઈ હતી. શ્રી સંઘ દ્વારા દર વર્ષે પ્રતિષ્ઠા દિનનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
વિસનગરમાં અન્ય પાંચ જિનાલયો છે. જેમાં શાંતિનાથ, આદિનાથ, શાંતિનાથ પ્રભુનું, અનંતનાથ પ્રભુનું તથા શ્રી સુમતિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. જૈનાચાર્યોએ તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં વિસનગરના શ્રી કલ્યાણ પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા સમસ્ત જગતમાં પ્રસરાયો છે. શંખેશ્વર તીર્થના દર્શનાર્થે દે-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર
૧૪૫
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ