________________
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
મહેસાણા જિલ્લામાં વિસનગર નામના ગામમાં સર્પના કલ્યાણકારી એવા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું છે. વિસનગરમાં છ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, પાઠશાળા વગેરે આવેલા છે.
અહીં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. જૈનોના ૪૦૦થી વધારે ઘરો છે. તેથી સાધુ-સાધ્વીજી ભગવંતો આવતા-જતાં રહે છે. વિસનગરની આજુબાજુમાં વાલમ, મહુડી, વિજાપુર, તારંગા વગેરે તીર્થો આવેલા છે. વિસનગર બસ તથા રેલ્વે દ્વારા જઈ શકાય છે.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથના જિનાલયો ભારતમાં અનેક સ્થાનો પર આવેલાં છે. પેટલાદ, વડોદરા, સુરત, ભરૂચ, રાધનપુર, પાલનપુર, આગલોડ, મુલ્ડ(મુંબઈ), ચોપાટી(મુંબઈ), પાંચોરા(મહારાષ્ટ્ર), પોરબંદર, ભાવનગર, કોઢ(સૌરાષ્ટ્ર) વેગેર સ્થાનો પ૨ શ્રી કલ્યાણ પાર્શ્વનાથના દૈદિપ્યમાન જિનાલયો આવેલા છે. જ્યારે જીરાવલા તીર્થ, કરેડા પાર્શ્વનાથ તીર્થ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (મુંબઈ)ની ફરતી ભમતીમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે.
મુંબઈના ચોપાટી વિસ્તારમાં આવેલ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૬૨૭માં પો સુદ-૧૫ના થઈ હતી અને અહીંના પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ(જિનાલય)ની ફરતી ભમતીમાં સાંઈઠમી દેવકુલિકામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
વિસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું ત્રણ માળનું જિનાલય કડા દરવાજા પાસે આવેલું છે. જેમાં મૂળનાયક તરીકે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. સાત ફણાથી અલંકૃત, શ્વેત પાષાણમાં પદ્માસનસ્થ શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમાજીની ઊંચાઈ ૧૯ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે.
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ
૧૪૪