________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું ચે.
ભારતમાં મળતા પથ્થરોમાં પ્રથમ કક્ષાના કલા કોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા, બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વિના રહેતો નથી.
આ સંકુલમાં પ્રવેશ કરતાં જ યાત્રિક પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં આવ્યાનો અનુભવ કરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં સાંઈઠમી દેવકુલિકામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાજી મનોહારી અને નયનરમ્ય છે. શ્વેત વર્ણ-પાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. તેમજ સમ્રફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
રાધનપુરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. વિક્રમ સંવત ૧૯૧૪ના માગશર સુદ-૩ના આ જિનાલયનું ખાત મુહૂર્ત શ્રેષ્ઠી હુકમચંદ દોશીએ કરેલું હતું. મૂળનાયક પ્રભુજીની અંજનશલાકા તેમણે સંવત ૧૯૦૩માં કરાવી હતી. અને સંવત ૧૯૧૬ ના વૈશાખ સૂદ-૪-૫ના પોતાના બન્ને પુત્રો સૂરજમલ અને ગુલાબચંદને સાથે રાખીને દાદાની પ્રતિષ્ઠાનો લ્હાવો ઉત્સાહભેર લીધો હતો. આ જિનાલયનું નિર્માણ હુકમચંદભાઈ દોશી તેમજ તેનો જીર્ણોધ્ધાર
૧૪૭
શ્રી ક્લ્યાણ પાર્શ્વનાથ