________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રસાદ છે. નાનામાં નાનું શિકર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
ભારતમાં મળતાં પત્થરોમાં પ્રથમ કક્ષાના, કલા કોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પત્થરોથી બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં વૃક્ષોની હારમાળા તથા બગીચાના કારણે પ્રાકૃતિક સૌંદર્ય ઊઠ્યું છે. વહેલી સવારે નિરભ્રમાં વિહરતાં પંખીઓનો મીઠો, મધુરો કલરવ હૈયાની પ્રસન્નતામાં વધારો કરે છે. અહીં આવનાર યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થયા વગર રહેતો નથી.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ફરતી ભમતીમાં ઓગણસાઈઠમી દેવકુલિકામાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુજીની મનોહારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. શ્યામ વર્ણ-પાષાણના આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઉપ૨ ફણાનું છત્ર છે જે ભાવિકને વંદન કરવા પ્રેરણા આપે છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
અમદાવાદમાં મણિલાલભાઈ શાહનો પરિવાર સુખી અને સમૃધ્ધ હતો. તેમનો વેપા૨-ધંધો પણ સરસ ચાલતો હતો. મણિલાલભાઈને ત્રણ પુત્રો હતા. રમેશ, દિનેશ અને હિતેશ. ત્રણેય ભાઈઓના વિવાહ થઈ ગયા હતા.
૧૪૧
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ