________________
શ્રી અલૌકિક પાર્શ્વનાથ જિનાલયમાં એક ધાતુની ચોવીસી પર ૧૨મી શતાબ્દીનો લેખ છે. એથી આ જિનાલય ૧૦મી શતાબ્દીનું હોવાનું માની શકાય. આ તીર્થનો જીર્ણોધ્ધાર શાહ વિદ્યાધર પરિવારે આચાર્ય ભગવંત પૂ. દાનસૂરિશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત શ્રી હીરસૂરિશ્વરજી મહારાજાના ઉપદેશથી કર્યો હતો. વિક્રમ સંવત ૧૬૪૯ના કારત સુદ-રના દિવસે જીર્ણોધ્ધાર સંપન્ન થયો હતો. વિક્રમ સંવત ૧૬૪૯ના માઘ સુદ-૮ના દિવસે ઉજ્જૈન નિવાસી વિદ્યાધર પરિવારે શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠિત કરી હતી. વચ્ચે કેટલોક કાળ આ તીર્થ અજ્ઞાત રહ્યું હતું.
એકવાર આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરિશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી નયન રત્નવિજયજી મહારાજ વિચરણ કરતાં અત્રે આવ્યા. આ તીર્થની જીર્ણ હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો. અને સંવત ૨૦૨૯માં તીર્થના જીર્ણોધ્ધારનું કાર્ય આરંભાયું. અને નૂતન શિખરબંધી જિનાલય આકાર પામ્યું. વિક્રમ સંવત ૨૦૩૬ના વૈશાખ સુદ-૭ના રોજ પૂજયશ્રીની પાવન નિશ્રામાં જીર્ણોધ્ધાર થયેલા આ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો.
આજે આ તીર્થની ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે. દર્શનાર્થીઓનો ધસારો રહે છે.
આ તીર્થમાં સિધ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજની ગુરુમૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે.
રાણીકોટની બાજુના ખેતરમાંથી ધાતુની એક ખંડિત ચોવીસીની પ્રાપ્તિ થઈ હતી, તેના પર સંવત ૧૨૧૨નો લે છે. જયારે એક શિલાલેખમાં સંવત ૧૬૪૯માં આ તીર્થની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે અને શ્રી અલૌકિક પાર્શ્વનાથજીની દિવ્ય પ્રતિમાજીની નીચે સંવત ૧૬૫૮નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૩૯