________________
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦વિધા ધરતીપર ૮૪૦૦૦ ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ તથા પંચ ધાતુ મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકોને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધરા પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૬૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં પ્રથમ કક્ષાના, કલાકોતરણી માટે અતિ ઉત્તમ, નયનરમ્ય, આછા ગુલાબી એવા બંસી પહાડપુરના પથ્થરનું બાંધકામ કરાયું છે. અહીંનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર ઊંચું અને વિશાળ છે.
આ સંકુલમાં પ્રવેશતાં જ યાત્રિકને પરમ શાંતિનો અનુભવ થાય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં અઠ્ઠાવનમી દેવકુલિકામાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણ પાષાણની છે. પરિકરથી પરિવૃત્ત છે. તેમજ સપ્તફણાથી મંડિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
.
મહિમા અપરંપાર
ચોટીલામાં કુટુંબનું ભરણપોષણ કરવા મહેન્દ્રભાઈ આજુબાજુના ગામડામાં કાપડની ફેરી કરતાં હતા. તેઓ રાજકોટ જઈને કાપડ લઈ આવે અને ચોટીલાની આજુબાજુના ગામોમાં જઈને વેંચતા. મહેન્દ્રભાઈના પરિવારમાં સુશીલ અને ગુણીયલ ૨મા નામે પત્ની હતી. તેમજ એક પુત્ર તેજસ અને પુત્રી દેવયાની હતા.
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ