________________
આવેલું છે. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યો તથા કવિઓએ પોતાની રચનામાં કરી .
શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ
શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ જગ વિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન અને યુગો પુરાણો છે.
- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ધર્મશાળાઓ, ભોજનશાળા તેમજ અન્ય દર્શનીય જિનાલયો આવેલા છે. - શંખેશ્વરમાં બીજું દર્શનીય તીર્થસ્થળ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય) છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. | વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક, તપાગચ્છસૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવંત પૂ. સ્વ. શ્રીમદ્ વિજય સુબોધ સૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે અને દર્શન, વંદન તથા સેવા-પૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું છે.
શ્રી સોમચિંતામણિજી પાર્શ્વનાથ
૧૩૩