________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શંખેશ્વરમાં છે. આ તીર્થ જગવિખ્યાત છે. અહીં દરરોજ હજારો યાત્રિકોની અવર જવર રહે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ધર્મશાળાઓ, ભોજનશાળા તેમજ અન્ય દર્શનીય જિનાલયો આવેલા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથજી ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
| વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના મંગલ દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિસ્વરજી મહારાજા તથા સ્વ. આ. ભ. પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે ભવ્યાતિભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુજીની સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થના દર્શનાર્થે દરરોજ વિશાળ સંખ્યામાં યાત્રિકો આવતા-જતા રહે છે અને દર્શન-વંદન તથા સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશાનો અનુભવ કરે છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાનકાળના ૨ સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બન્યું.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિધા ધરતી પર ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મસરોવર આકારનું છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે.
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૨૬