________________
આ તીર્થ જગવિખ્યાત છે. દરરોજ હજારો યાત્રિકોની અવર-જવર થાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાઓ તેમજ અન્ય જિનાલયો આવેલા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય સ્થાન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત
| વિક્રમ સંવત ૨૦૪પના મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ. ભ. પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે ભવ્યાતિભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ તીર્થના દર્શનાર્થે દરરોજ હજારો યાત્રિકો આવતાં-જતાં રહે છે. અને દર્શન - સેવાપૂજા કરીને જીવનની ધન્યતમ ભાવદશા અનુભવે છે. વિશ્વભરમાં વિક્રમસર્જક આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાના કારણે વર્તમાન કાળના સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહેશે.
આ ભવ્ય મહાપ્રાસાદ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું છે. અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુની મનોહર, નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચધાતુની મૂર્તિઓ વગેરે પ્રતિષ્ઠિત છે. શ્રી પાર્શ્વના પ્રભુના ૧૦૮ તીર્થોના એકી સાથે દર્શન-વંદન અને સેવાપૂજાનો અગણિત લાભ યાત્રિકને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણાના આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ, અને ઊંચા શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ છે. નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ વાળું છે.
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૨૦