________________
મહિમા અપરંપાર
| ઉપલેટામાં નટુભાઈ શેઠનો પરિવાર રહે. તેઓ સ્થાનકવાસી જૈન હતા. છતાં દરરોજ દેરાસર શ્રી જિનેશ્વર ભગવંતના દર્શનાર્થે જતા. નટુભાઈ પોતાની દુકાને જાય તે પહેલાં અચૂક દેરાસરે જતાં હતા. આ નિયમ તેમણે જાળવી રાખ્યો હતો. ચાતુર્માસમાં કોઈ મહાસતીજી આવે તો પણ પ્રથમ દેરાસરે જતાં પછી જ ઉપાશ્રયે જતા. નટુભાઈના પત્ની રેખાબેન પણ દેરાસરે જતા હતા.
નટુભાઈને ઋત્વિક નામનો પુત્ર હતો. તે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. કોલેજનું છેલ્લું વર્ષ પુરૂં કરીને પછી આગળ ભણવાનો વિચાર નહોતો કારણકે તે પિતાને ધંધામાં સાથ આપવા માંગતો હતો. આમ તો તે દરરોજ કોલેજ પછીના ફાજલ સમયમાં દુકાને બેસતો હતો.
એક દિવસ દુકાન પર નટુભાઈ અને ઋત્વિક બેઠાં હતા ત્યાં નટુભાઈના જૂના મિત્ર આવ્યા. તેમનું નામ દિલસુખભાઈ હતું.
નટુભાઈએ દિલસુખભાઈને આવકાર આપ્યો અને કહ્યું : “દિલસુખભાઈ, હમણાં અઠવાડિયાથી દેખાતાં નહોતા. શું બહાર ગામ ગયા હતા ?'
હા...અચાનક જવું પડયું. અહીંથી અમદાવાદ ગયા હતા અને ત્યાંથી મહુડી, આગલોડ પછી શંખેશ્વર ગયા હતા.'
‘મારી શંખેશ્વર જવાની ઘણી ઈચ્છા છે પરંતુ નીકળાતું નથી.'
નટુભાઈ, એકવાર શંખેશ્વર જશો તો ચોક્કસ વર્ષમાં બે-ત્રણવાર જવાનું મન થયા વિના રહેશે નહિ. પ્રથમ કારણ એ છે કે ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એટલી તેજોમય લાગે છે કે જેનું વર્ણન કરી શકતો નથી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી હૈયામાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે...'
ઓહ...હવે તો જરૂર જવું જ પડશે. પણ અમને તમારી જેમ સેવા-પૂજા
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૩