________________
ભારતભરમાં સૌથી વધુ ક્ષેત્રફળ (૮૪૦૦૦ ચો.ફૂટ) ધરાવતું આ મહાપ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના તીર્થોના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી યાત્રિકોને એકી સાથે શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના દર્શન, વંદન, સેવાપૂજાનો દિવ્ય લાભ મળી શકે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ આવેલી છે. તેમજ આ મહાપ્રાસાદનું પ્રવેશ દ્વાર અતિ ભવ્ય અને કલા કારીગરીથી સમૃધ્ધ છે. આ ભવ્ય જિનાલયના દર્શન કરતાં યાત્રિકોને પદ્મ સરોવરની ઝાંખી થયા વિના રહેતી નથી.
આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. શ્રી પાર્શ્વ પ્રભુના શુભ આદિ દસ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામી, શ્રી માણિભદ્ર વીર, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી દેવી, શ્રી અંબિકા દેવી સહિતની અન્ય પ્રતિમાજીઓની સ્વતંત્ર દેવકુલિકાઓ છે. તેમજ શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ છે.
આવા ભવ્ય, કલા અને કા૨ીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં પંચાવનમી દેવકુલિકામાં શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે, તેમજ પદ્માસનસ્થ છે. ફણાથી યુક્ત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
19
& infire ép salpus
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
539
૧૧૨
KUM.