________________
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ અમદાવાદમાં દોશીવાડાની પોળ, શ્રી સીમંધર સ્વામીની ખડકી ખાતે શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. અમદાવાદમાં ૪૦૦થી વધારે જિનાલયો છે. ખંભાતમાં ખારવાડામાં, મુંબઈ-સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીની એક દેરીમાં શ્રી સુખસાગર પાર્શ્વનાથજીની દિવ્યતા બિછાવતી પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં પા સરોવર નો આભાસ કરાવતા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં પંચાવનમી દેવકુલિકામાં શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજીત છે. - અમદાવાદમાં શ્રી સીમંધર સ્વામીની ખડકી, દોશીવાડાની પોળમાં આવેલ શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની ધાતુની પ્રતિમાજી છે. નવફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજી ૧૯ ઈંચ ઊંચી અને ૧૭ ઈંચ પહોળી છે.
અમદાવાદનું નામ દશમા સૈકા પૂર્વે આશાવેલ કે આશાપલ્લી હતું ત્યારે પણ આ નગર સમૃધ્ધ હતું તે અરસામાં અનેક જૈન અને જૈનેતર મંદિરો હતા. જ્ઞાનભંડારો હતા. જૈન શાસનના પ્રભાવક જૈનાચાર્યોના આવન-જાવન થતી રહી
છે.
અગિયારમા સૈકામાં કર્ણદેવે આશાપલ્લીના રાજા આશાને પરાજિત કર્યો. કર્ણદેવના નામ પરથી અમદાવાદ “કર્ણાવતી’ તરીકે ઓળખાવા લાગ્યું છે. પરંતુ વધારે તો અમદાવાદ તરીકે જ ઓળખાય છે.
અમદાવાદના શ્રીમંતોએ જૈન શાસનના ગૌરવને વધારે ઉજ્જવળ બનાવ્યું. મોગલકાળ દરમ્યાન બાદશાહોનો પણ અમદાવાદ પ્રત્યે આદર રહેતો. ૧૭માં સૈકામાં અમદાવાદે સમૃદ્ધિના શિખરો સર કર્યા. મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં અમદાવાદને થોડી ઘણી મુશ્કેલી આવી, પરંતુ મહાજનો, નગરશેઠોએ આ નગરના ગૌરવને જાળવી રાખ્યું હતું. હાલ અમદાવાદમાં ૪૭૦થી વધારે જિનાલયો છે. અનેક પ્રકારની જૈન પ્રવૃત્તિઓથી આ શહેર ધમધમે છે.
દોશીવાડાની પોળમાં શ્રી સીમંધર સ્વામીનું ભવ્ય જિનાલય આવેલું છે.
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૦