________________
મહિમા અપરંપાર
મહેસાણાના ચમનલાલ પટવા ભારે ધાર્મિક. તેમના પરિવારના તમામ સભ્યોને ધર્મ પ્રત્યે ભારે આસ્થા હતી. ચમનલાલના પત્ની દેવકીબેનને વર્ષોથી પેટમાં દુઃખાવો રહેતો હતો. ચમનલાલે પોતાની પત્નીની સારવાર મહેસાણા, અમદાવાદ કરાવી પરંતુ કશો ફરક પડતો નહોતો.
અમદાવાદમાં તો ડોક્ટરોએ દેવકીબેનના બધા ટેસ્ટ રીપોર્ટ કરાવ્યા પરંતુ રીપોર્ટમાં બધું નોર્મલ આવતું હતું. ચમનલાલે પાટણના એક જાણીતા વૈદ્યની દવા કરાવી પરંતુ દેવકીબેનની તબીયતમાં કોઈ સુધારો થતો નહોતો.
દેવકીબેનને પેટમાં દુઃખે ત્યારે એકાએક દુ:ખતું. તેમનાથી દુ:ખાવો સહન થતો નહિ. આજુબાજુમાં કોઈ ઊભું હોય તો તે પણ દેવકીબેનની પીડા જોઈને અરેરાટી અનુભવતા.
1 ચમનલાલ એક દિવસ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અમદાવાદનો એક વેપારી મળવા આવ્યો. આમતો આ વેપારી અવાર-નવાર મળવા આવતો હતો. તેનું નામ મહેશભાઈ હતું.
મહેશભાઈએ ચમનલાલને કહ્યું : “શેઠ, આજે કંઈક ચિંતામાં લાગો છો?
શું વાત છે ?'
‘ભાઈ, શું કરું? મારી પત્નીને થતી યાતના હું જોઈ શકતો નથી. મારી પત્નીને વર્ષોથી પેટમાં શૂળ ઉપડે છે. ખૂબજ ભયંકર દુઃખાવો થાય છે. તેણી સહન કરી શકતી નથી. અમારાથી તેની પીડા જોઈ શકાતી નથી. અમે અમદાવાદમાં અનેક ડોક્ટરો વૈદ્યોને બતાવ્યું પરંતુ રીપોર્ટમાં કંઈ જ આવતું નથી. દવા પણ કામ કરતી નથી. શું કરવું તે સુઝતું નથી....'
‘શેઠ, આનો એક માત્ર ઉપાય છે. જ્યાં વિજ્ઞાન પુરૂં થાય ત્યાં આધ્યાત્મ શરૂ થાય છે. જ્યારે દવા કામ ન કરે ત્યારે દુઆ કામ કરે છે. આપ શંખેશ્વર ગયા છો?”
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૧૦૧