________________
તીર્થ પર કબજો જમાવ્યો અને તીર્થને હતું ન હતું કરી નાખ્યું.
ઠાકોરોના ઉપદ્રવથી યાત્રાળુઓ આવતા બંધ થયા, ત્યારે યતિ શ્રી ખાંતિવિજયના પ્રયાસોથી ઉપદ્રવ શાંત થયો. વિક્રમ સંવત ૧૯૨૦માં આ તીર્થની યાત્રા પુનઃ શરૂ થઈ. વિક્રમ સંવત ૧૯૩૪-૩૯ દરમિયાન આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો. વર્ધમાન કલ્યાણજીની પેઢીએ દેરાસરનો વહીવટ સંભાળ્યો. વિક્રમ સંવત ૧૯૩૯માં જીર્ણોધ્ધાર થયેલા આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ.
આજે શ્રી ભદ્રેશ્વર તીર્થ ભવ્ય અને દર્શનીય બન્યું છે. કલાત્મક શિલ્પકામ અદ્ભૂત છે. ફાગણ સુદ-૩, ૪, ૫ ના દિવસોમાં અહીં મોટો મેળો ભરાય છે. આ નગરીની પ્રાચીનતાના અનેક શિલાલેખો છે. અનેક આચાર્ય-ભગવંતો અને કવિઓએ આ નગરી અને તીર્થનો પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.
વિક્રમ સંવત ૧૯૫૫માં કવિ પ્રેમવિજય કૃત ‘૩૬૫ શ્રી પાર્શ્વનાથ નામમાલા’ માં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ જોવા મળે છે. સંપર્ક : શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી, મુ.પો. ભદ્રેશ્વર(વસઈ), શ્વેતાંબર જૈન તીર્થ, તા. મુંદ્રા(જી.કચ્છ) ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ
શંખેશ્વર મહાતીર્થની પાવન ધરા પર પ્રભાવક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય જિનાલય ઉપરાંત ઉતારા માટેની ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધના ભવન, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો, જ્ઞાન મંદિર સહિતની ઈમારતો
છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય,
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ
૯૯