________________
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ કચ્છના પ્રાચીન તીર્થધામ ભદ્રેશ્વરમાં શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભદ્રેશ્વર તીર્થની ભમતીમાં ૨૫મી દેરીમાં બિરાજે છે. અન્યત્ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ (શંખેશ્વર) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી ૩૯ કિ.મી. મુંદ્રાથી ૨૭ કિ.મી. અને ભૂજથી ૮૦ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે. શ્રી ભદ્રેશ્વર તીર્થમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે. તેમજ ભગવાન મહાવીર સ્વામીનું જીવનનું ચિત્રાંકન કરવામાં આવેલ છે. શ્રી ભદ્રેશ્વર તીર્થ કલાકારીગરીથી સમૃદ્ધ છે. | શ્રી ભદ્રેશ્વર તીર્થમાં બાવન દેવકુલિકાઓમાંની ૨૫મી દેરીમાં જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત, દર્શનીય અને ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચની છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી પ્રાચીન છે. | શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં આ સ્થળ “ભદ્રાવતી નગરી’ તરીકે ઓળખાતું હતું. એ વખતે ભદ્રાવતી નગરીમાં સમૃધ્ધિની છોળો ઉડતી હતી. આજે ‘ભદ્રેશ્વર’ કે ‘વસઈ” ના નામથી આ સ્થળ જાણીતું છે. | પ્રભુના નિર્વાણ બાદ અહીં હરિવંશના મહારાજા સિધ્ધસેન રાજ્યનો કારભાર સંભાળતા હતા બ્રહ્મચર્યની પવિત્રતાથી જૈન ઈતિહાસમાં અમર બની ગયેલા વિજય શેઠ અને વિજયા શેઠાણીનું વતન ભદ્રેશ્વર હતું. દેવચંદ્ર શ્રેષ્ઠી નામના પવિત્ર ધર્માત્મા ભદ્રેશ્વરમાં થઈ ગયા હતા. તેમણે પ્રભુના નિર્વાણ બાદ ૨૩માં વર્ષે ભદ્રાવતી નગરીમાં ભવ્ય જિનાલય બંધાવીને મૂળનાયક રૂપે ૨૩માં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજીત કર્યા હતા. તે પ્રતિમાજીન કપિલ કેવળીએ પ્રતિષ્ઠિત કરી હતી. આ તીર્થની સ્થાપના અંગેની વિગતો વિક્રમ સંવત ૧૯૩૯માં જિનાલયના જીર્ણોધ્ધાર દરમ્યાન મળેલ તામ્રપત્ર પરથી મળી છે. વિક્રમની આઠમી સદીના અંત ભાગથી આ નગરી ‘ભદ્રેશ્વર' તરીકે ઓળખાવા લાગી તેવો વિદ્વાનોનો મત છે.
મહારાજા સંપ્રતિ, કનક ચાવડા, રાજરાજેશ્વર મહારાજા કુમારપાળ,
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ