________________
વસ્તુપાળ-તેજપાળ આ સ્થાન પર આવ્યા હતા. અને આ તીર્થનો જીર્ણોધ્ધાર કરીને ભક્તિ દર્શાવી હતી.
| વિક્રમના તેરમા સૈકાના અંતભાગમાં પારકરના રાજા પીઠદેવે ભદ્રેશ્વર પર હુમલો કરીને કિલ્લાનો ધ્વંશ કર્યો હતો. ત્યારે દાનવીર જગડૂશાહના પ્રયત્નોથી આ તીર્થ સુરક્ષિત રહ્યું હતું. જ જગડૂશાહે આ તીર્થને ઉન્નતિ અને ઉધ્ધાર માટે અઢળક ધન વાપર્યું હતું. વિ.સં. ૧૩૧૩થી ત્રણ વર્ષના દુકાળમાં જગડૂશાહે લોકો માટે અનાજના ભંડારો ખૂલ્લા મૂકી દીધા હતા. ઠેરઠેર ભોજનશાળાઓ શરૂ કરાવી હતી.
જગડૂશાહ બાદ આ નગરી પર સંકટોના વાદળો ઉમટી પડ્યાં. શ્રી ભદ્રેશ્વર તીર્થ પર કેટલાક બાવાઓએ કબજો જમાવ્યો અને મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉઠાવી ગયા, તેથી વિક્રમ સંવત ૧૬૨૨માં શ્રી સંઘે તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને મૂળનાયક રૂપે ૨૪મા તીર્થંકર ભગવંત શ્રી મહાવીર સ્વામીને ગાદીનશીન કર્યા. | બાવાઓએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એક ભોંયરામાં છૂપાવી દીધી. વર્ષો પછી બાવાઓ પાસેથી તે પ્રતિમાજી પ્રાપ્ત થઈ. અને આ પ્રતિમાજી દેરાસરના ગર્ભગૃહમાં જમણી બાજુ પધરાવવામાં આવી પરંતુ મૂળનાયક તરીકે તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ રહ્યાં.
વિક્રમ સંવત ૧૬૮૨માં અચલ ગચ્છીય આચાર્ય ભગવંત શ્રી કલ્યાણ સાગર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રેષ્ઠી વર્ધમાન શાહ અને પનસિંહ નામના બે ભાઈઓએ આ તીર્થનો જીણોધ્ધાર કર્યો.
સાત વર્ષના ટૂંકા ગાળામાં ભદ્રેશ્વર કુદરતી કોપનો ભોગ બન્યું. અને તેની અસર આ તીર્થને પણ થઈ. વિક્રમ સંવત ૧૭૪૯માં મહોસમ બેગના મુસ્લિમ લશ્કરે ભદ્રેશ્વર પર કરેલા આક્રમણથી આ જિનાલયને ઘણું નુકસાન પહોંચાડ્યું. મુસ્લિમ આક્રમણોના કારણે અનેક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ. વિક્રમ સંવત ૧૮૮૦ની આસપાસ શ્રીસંઘે અંગ્રેજોની મદદથી આ તીર્થનો જીણોધ્ધાર કર્યો.
ત્યાં વળી ફરીને આ તીર્થ પર સંકટ આવ્યું. ભદ્રેશ્વર ગામના ઠાકોરોએ આ
શ્રી ભદ્રેશ્વરજી પાર્શ્વનાથ