________________
ઓપરેશનના સમયે આવી ગયા હતા.
દીપાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ઓપરેશન બે કલાક ચાલ્યું. ડોક્ટર ઓપરેશન થિયેટર માંથી બહાર આવ્યા અને પ્રશાંતભાઈને જણાવ્યું : ‘પ્રશાંતભાઈ, બેબીનું ઓપરેશન સફળ થયું છે. તેની આંખે પાટો બાંધવામાં આવ્યો છે. જે આવતીકાલે ખોલવામાં આવશે. આજનો દિવસ હોસ્પીટલમાં રાખવી પડશે.'
પ્રશાંતભાઈ અને રંજનબેન ડોક્ટરની વાત સાંભળીને આનંદિત થયા. મિત્રો અને સ્નેહીઓ પણ રાજી થયા..
અને બીજે દિવસે ડોક્ટરે દીપાની આંખ પરથી પાટો કાઢ્યો. દીપાને ઘણું સરસ દેખાતું હતું. તેનું આંખનું ઓપરેશન સફળ થયું હતું.
પ્રશાંતભાઈ અને રંજનબેન દીપાને લઈને ઘેર આવ્યા.
આઠ દિવસમાં દીપા હરતી ફરતી થઈ ગઈ. પ્રશાંતભાઈ આઠ દિવસબાદ ડોક્ટર પાસે ગયા અને શંખેશ્વર જવાની વાત કરી. ડોક્ટરે ખુશીથી રજા આપી.
બીજે દિવસે પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપા ટેક્સીમાં બેસીને શંખેશ્વર આવ્યા.
પ્રશાંતભાઈ અને રંજનબેન કાર્યાલય પર સામાન મૂકીને, દીપાને લઈને પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયમાં આવ્યા. ત્યાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને વાંદણા કરીને શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા અને પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપાએ ચૈત્યવંદન કર્યું. ભાવથી સ્તવન ગાયું ત્યારે પ્રશાંતભાઈની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા.
રંજનબેનની આંખો પણ ભીની થઈ ગઈ. ત્રણેય દર્શન કરીને પાછા કાર્યાલય પર આવ્યા અને ધર્મશાળામાં રૂમ લીધી.
પ્રશાંતભાઈ, રંજનબેન અને દીપા ધર્મશાળાની રૂમમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ સ્નાનાદિથી નિવૃત્ત થયા અને પૂજાના વસ્ત્રો પહેરીને સેવાપૂજા અર્થે ફરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં આવ્યા. પ્રશાંતભાઈના પરિવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભાવથી સેવા પૂજા કરી.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૪૦