________________
શ્રી સમફાજી પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર જીલ્લાના ભણસાલ મુકામે શ્રી સતફણા પાર્શ્વનાથનું એકમાત્ર તીર્થ છે. ભણસાલ તીર્થ જામનગરથી ૨૪ કિ.મી. ના અંતરે આવેલું છે. અહીં ઉપાશ્રય અને પાંજરાપોળ છે. આસો વદ ૧૩ના પ્રતિષ્ઠા દિનની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ભમતીમાં સુડતાલીસમી દેવકુલિકામાં શ્રી સતફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ભણસાલ તીર્થમાં શ્રી સપ્તફણા પાર્શ્વનાથજીની શ્વેત વર્ણની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત્ત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૦ ઈંચ અને પહોળાઈ ૧૬ ઇંચની છે.
આમતો શ્રી પાર્શ્વ પ્રભુના બિંબોને નાગફણાના છત્રથી સુશોભિત કરવાનો રિવાજ પ્રચલિત છે. શ્રી પાર્શ્વ પ્રભુના ફણાયુક્ત જિનબિંબો ઠેરઠેર છે. પરંતુ ભણસાલના શ્રી પાર્શ્વનાથ પ્રભુ “શ્રી સતફણા પાર્શ્વનાથ' ના નામથી સુપ્રસિધ્ધ
પારકર દેશમાંથી અનેક જૈનો ભણસાલ આવીને વસ્યા. આ જૈનો પાસે અપાર સમૃધ્ધિ હતી. જેમાંના રાયસી શાહ અને વર્ધમાન શાહ આગળ પડતા જૈન શ્રેષ્ઠીઓ હતા. આ બન્ને શ્રેષ્ઠીઓએ વિક્રમ સંવત ૧૫૪૦ માં ભણસાલમાં જિનાલય બંધાવ્યું.
આ જિનાલયમાં અનેક જિન પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવી. સાત મનોહર ફણાથી અલંકૃત આ શ્રી પાર્શ્વનાથ સ્વામી ‘શ્રી સતફણા પાર્શ્વનાથ નામથી જાણીતા બન્યા. અનેક કવિઓ અને મુનિવરોએ પોતાની પ્રાચીન રચનામાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
સંપર્ક : શ્રી સતફણા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ. ભણસાલ, જી. જામનગર, સૌરાષ્ટ્ર.
શ્રી સતફણાજી પાર્શ્વનાથ