________________
શ્રી કરેડાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ભૂપાલ સાગર મુકામે શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. ઉદયપુર-ચિત્તોડ રેલ્વે માર્ગ પર આવેલું આ તીર્થ ચિત્તોડથી અને ઉદયપુરથી ૭૦ કિ.મી. ના અંતરે આવેલું છે.
ભૂપાલસાગર રેલ્વે સ્ટેશનથી ૧ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. બાવન જિનાલયોથી અલંકૃત્ત આ જિનાલયે દર વર્ષે પોષ દશમના વિરાટ મેળાનું આયોજન ક૨વામાં આવે છે. અહીં બાવન દેવકુલિકાઓમાં જુદા જુદા નામના પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં બિરાજમાન
છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં શ્રી કરેડાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
રાજસ્થાનના ભૂપાલસાગર મુકામે શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી બિરાજમાન છે. શ્યામવર્ણ – પાષાણની, પદ્માસનસ્થ અને નવફણાથી અલંકૃત આ પ્રતિમાજી છે. ફણામાં દિવ્ય ચક્ષુઓના કારણે પ્રતિમાજી દર્શનીય લાગે છે. સુંદર પરિકરથી પરિવૃત શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૯ ઈંચ અને ૨૭ ઈંચ પહોળી છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુના તીર્થને ‘કહેટક’, ‘કરહડા’ કે ‘કરહેડા’ પણ કહેવાતું હતું. આ તીર્થના અનેક પ્રાચીન ઉલ્લેખો છે. વિક્રમ સંવત ૮૬૧માં ઓસવાલ વંશના શ્રેષ્ઠીવર્ય ખીમસિંહ શાહે આ તીર્થમાં શ્રી કરહેડા પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બંધાવ્યું.
આચાર્ય ભગવંત શ્રી જયાનંદ સૂરિશ્વરજી મહારાજાના શુભ હસ્તે શ્રી કરહેડા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિક્રમ સંવત ૧૦૩૯માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર થયો. બાવન દેવકુલિકાઓથી યુક્ત આ જિનાલયની પ્રતિષ્ઠા સંડરેક ગચ્છના આચાર્ય ભગવંત
શ્રી રેડાજી પાર્શ્વનાથ
૭૧