________________
શેરીમાં સર્વત્ર પ્રસરી ગયું તેથી શેરી સાંકડી બની. તે પ્રસંગથી “શેરીસા” અને ‘કડી” બે નામનો ઉદ્દભવ થયો હોય. આજે પણ શેરીસા અને કડી બન્ને ગામો વિદ્યમાન છે.
તેરમાં સૈકામાં મંત્રી તેજપાળે આ તીર્થમાં પોતાના વડીલબંધુ માલદેવ અને તેના પુત્ર પુનસિંહના આત્મકલ્યાણ અર્થે બે દેવકુલિકાઓ કરાવી હતી. જેમાં એક દેરીમાં શ્રી નેમનાથ પ્રભુ અને બીજી દેરીમાં શ્રી અંબિકા દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. જેની પ્રતિષ્ઠા નાગેન્દ્રગચ્છના શ્રી વિજયસેનસૂરિજીના વરદ હસ્તે સંપન્ન થઈ હતી.
સંવત ૧૪૨૦માં શેરીસા તીર્થમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આજે આ પ્રતિમા નરોડામાં છે.
| વિક્રમ સંવત ૧૫૬૨માં કવિ લાવણ્ય સમયે આ તીર્થનું પ્રત્યક્ષ વર્ણન એક સ્તવનમાં કરતાં જણાવેલ છે કે સોળમાં સૈકા સુધી આ તીર્થ સુરક્ષિત હતું ત્યારબાદ આ તીર્થ પર આફતના ઓળા ઉતરી આવ્યા. વિક્રમ સંવત ૧૭૨૧માં મુસ્લિમોના આક્રમણથી આ ભવ્ય જિનાલયનો વિધ્વંશ થયો. એ વખતે શ્રીસંઘે અગમચેતી વાપરીને જિનબિંબોની રક્ષા કરી હતી.
આ તીર્થ થોડા વર્ષો સુધી વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયું.આ તીર્થ કેટલાક શ્રાવકોના ધ્યાનમાં આવ્યું. વિ.સં. ૧૯૬૯ની સાલમાં કલોલ આવેલા શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાએ આ તીર્થનો ઉધ્ધાર કરવા શ્રીસંઘને પ્રેરણા કરી.
આચાર્ય ભગવંતની પ્રેરણાથી જીર્ણોધ્ધારની કાર્યવાહી શરૂ થઈ અને સંવત ૨૦૦૦ના વૈશાખ સુદ-૧૦ના આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ ભવ્યાતિભવ્ય જિન પ્રાસાદની પ્રતિષ્ઠા થઈ.
હાલ આ તીર્થનો વહીવટ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. અનેક આચાર્ય ભગવંતો, મુનિવરો અને કવિઓએ આ તીર્થની ગાથા પોતાની રચનામાં કરી છે. આ ભવ્ય તીર્થના દર્શન પાવનકારી છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન માત્ર કરવાથી અંતર
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૨