________________
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
અમદાવાદ - મહેસાણા રોડ પર કલોલથી આઠ કિલોમીટર દૂર શેરીસા ગામમાં શ્રી શેરીસાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ પ્રાચીન તીર્થ અમદાવાદથી નજીક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. વામજ, પાનસર, ભોંયણી વગેરે તીર્થસ્થળો અહીંથી નજીકમાં છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી જીરાવલા તીર્થની ભમતીમાં પ્રતિષ્ઠિત છે. સુરેન્દ્રનગરના જિનાલયમાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રુભુ બિરાજમાન છે. તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ભમતીમાં બાવનમી દેવકુલિકામાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
શેરીસા ગામમાં શિખરબંધી જિનાલયમાં શ્રી શેરીસા પાર્શ્વનાથજીની શ્યામ વર્ણની પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ અને સમ્રફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૬૫ સે.મી. ની છે.
રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળના સમયમાં કલિકાળ સર્વજ્ઞ મહાપુરુષ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજના સહાધ્યાયી આ.શ્રી દેવેન્દ્રસૂરિશ્વરજી મહારાજ એકવાર શેરીસા આવ્યા હતા. તેઓ આ ભૂમિનું સૌંદર્ય અને પવિત્રતાથી અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તેઓ ધ્યાનમાં સ્થિર થતાં તેમના દિવ્યતા ધરાવતાં જ્ઞાનમાં આ સ્થાનની અંદર છૂપાયેલી એક વિશાળ પાટ જોવા મળી. પાષાણની આ પાટમાંથી એ સુમનોહર જિનબિંબનું નિર્માણ થાય તો અનેક જીવોનું
આત્મ કલ્યાણ થાય.
આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાન સાધનામાં વિરાટ પાટ જોયા પછી જિનબિંબની રચના તેમાંથી થાય તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેઓએ પોતાની ઉત્કૃષ્ટ મનોકામના સિધ્ધ કરવા શ્રી પદ્માવતી દેવીની આરાધના અઠ્ઠમ તપસાથે કરી. શ્રી પદ્માવતી દેવી સાક્ષાત થઈને આચાર્ય ભગવંતને માર્ગદર્શન આપ્યું. દેવીના કથન અનુસાર આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે સોપારક નગરથી એક અંધ શિલ્પીને બોલાવ્યો.
અંધ શિલ્પીએ અઠ્ઠમ તપ કર્યા પછી પાષાણની વિરાટ પાટ પર શિલ્પકામ
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૦