________________
સેવા-પૂજાનો દિવ્ય લાભ મળે છે.
આ ભવ્ય જિનાલય પદ્મ સરોવરની આભા ધરાવે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે.
ભારતમાં મળતાં પથ્થરોમાં વિશિષ્ટ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે.તેમજ ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. આ જિનાલયમાં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટ ઊંચું છે. શ્રી પાર્થ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો તથા શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્ર વીર, સરસ્વતી માતા, લક્ષ્મીમાતા, ધરણેન્દ્ર દેવ, પદ્માવતી માતાજી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ છે તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરૂમૂર્તિઓની દેરી પણ આવેલી છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં બાવનમી દેરીમાં શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુજી પ્રતિમાજી બિરાજમાન છે. આ જિનાલયની ફરતી ભમતીમાં બાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્મસનસ્થ છે. આ શ્યામ પાષાણની છે. પરિકરથી પરિવૃત્ત છે. તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે. શ્રી શે૨ીસા પાર્શ્વ પ્રભુનો મહિમા અનેરો છે.
[1]
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૪