________________
આમ જતીન માંડ બે-ત્રણ સ્કૂલમાં પુસ્તકો વેચવાનું ગોઠવી શક્યો હતો. ત્રણેક વર્ષમાં તેનો ધંધો જામી ગયો. તેના પિતા ખુશાલદાસ પણ સાંજના સમયે દુકાને આવીને બેસતા હતા.
એક દિવસ એક સ્કૂલનો માણસ જતીન પાસે આવ્યો અને બે લાખ પુસ્તકોનો ઓર્ડર આપી ગયો. જતીન ને આટલો મોટો ઓર્ડર પ્રથમવાર મળ્યો હતો આથી તે રાજી રાજી થઈ ગયો હતો.
જતીને બે દિવસમાં તે સ્કૂલના માણસને બે લાખના પુસ્તકો આપી દીધા. અને પેમેન્ટ માટે પૂછયું ત્યારે તે સ્કૂલના માણસે કહ્યું : “હું સાંજે જ આપની દુકાને આવીને ચેક આપી જઈશ.”
જતીન ચાલ્યો ગયો. તે સ્કૂલનો માણસ ખરેપર સાંજે જતીનની દુકાને આવ્યો અને ચેક પણ આપ્યો અને કહ્યું : “આ ચેક બે દિવસ પછી ભરજો ...”
જતીને કહ્યું : “ભલે...”
બે દિવસ પછી જતીને બેંકમાં ચેક ભર્યો પણ તે ચેક બેલેન્સના અભાવે પાછો ફર્યો. બેંકના ખાતામાં ૧૦OOની રકમ જ હતી.
જતીન ગભરાઈ ગયો અને સીધો સ્કૂલમાં ગયો અને પેલા માણસની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે તો ૨જા ઉપર છે. આઠ દિવસ પછી આવશે.
જતીન આઠ દિવસ બાદ સ્કૂલે ગયો ત્યારે પણ તે માણસનો ભેટો ન થયો.
ખુશાલભાઈને આ બાબતની ખબર હતી. જતીને જયારે તે માણસ સાથે વાતચીત કરેલી ત્યારે તેના પિતાએ જણાવેલ કે અડધી રકમ એડવાન્સ લઈ લેજે. પણ જતીનને માંગતા શરમ આવી...
હવે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો. તે માણસનું નામ બીજું નીકળ્યું અને તેનું ખાતું પણ નકલી નીકળ્યું. જતીન ખરેખર છેતરાઈ ગયો.
ખુશાલભાઈના એક મિત્રએ સલાહ આપી કે તમે શંખેશ્વર જઈ આવો, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ભમતીમાં ઓગણપચાસમી દેરીમાં શ્રી કરેડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે ત્યાં જઈને શ્રધ્ધાથી પ્રાર્થના કરજો...તમારી મુશ્કેલી દૂર થઈ જશે.”
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૫