________________
છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી યુગોના યુગો પ્રાચીન છે. આથી આ તીર્થનો મહિમા દિવસો દિવસ વધતો જાય છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલા તેજોમય અને દિવ્ય છે કે દર્શનાર્થી દર્શન કરતાંજ ધન્યતા અનુભવે છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે. અહીંના ભવ્ય જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરની યાત્રાએ આવનાર યાત્રિકને ૧૦૮ પાર્થ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો લે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ દિવ્ય લાભ મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની અંજન શલાકા - પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહા સુદ પાંચમના દિવસે અનેરા ધર્મોલ્લાસ સાથે તઈ હતી.
આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પર ૮૪000 ચોરસફૂટના ઘેરાવામાં પથરાયેલું આ તીર્થ પદ્મ સરોવરનો ભાસ કરાવે છે.
આ દિવ્યતાથી શોભતા જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું
શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવતું છે.
શ્રી ક્રેડાજી પાર્શ્વનાથ
૭૩