________________
જૂની છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત રોચક છે. આ પ્રતિમાજી દેવી-દેવતાઓએ પૂજી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી જીવનની તમામ ઉપાધિઓ નષ્ટ થાય છે.
શંખેશ્વરમાં બીજું મહાપ્રભાવક તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. આ સંકુલમાં ધર્મશાળાઓ, ભોજનશાળા ઉપાશ્રય, આરાધના ભવન, જ્ઞાનમંદિર, ગુરૂકુળ વગેરે આવેલા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.સ્વ. શ્રી સુબોધ સૂરિસ્વરજી મહારાજા છે. તેમના વરદ હસ્તે સંવત ૨૦૪૫ની સાલમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતભરમાં સૌથી વધુ વિશાળ ક્ષેત્રફળ (૮૪000 ચોરસફૂટ) ધરાવતું મહા જિનપ્રાસાદ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુ તીર્થો ના પ્રતિમાજી બિરાજમાન છે. જેથી યાત્રાળુઓને એકી સાથે ૧૦૮ પાર્શ્વ તીર્થના દર્શનનો અનન્ય લાભ મળે છે. મકરાણાના શ્વેત આરસમાંથી બનેલું બન્ને બાજુ બે વિશાળ મંદિરોથી જોડાયેલું મધ્યનું ભવ્ય મુખ્ય મંદિર અત્યંત દર્શનીય છે. ભારતમાં મળતાં પત્થરોમાં વિશિષ્ઠ બાંસી પહાડપુરના આછા ગુલાબી પથ્થરમાં નયનરમ્ય ઘાટોના આલેખનથી સભર દેવકુલિકાઓ છે. તેમજ ભવ્ય પ્રવેશ દ્વારા બનાવાયું છે.
આવા ભવ્ય, કલા અને કારીગરીથી સમૃધ્ધ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ફરતી ભમતીમાં એકાવનમી દેરી શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની છે. જિનાલયની ફરતી ભમતીમાં એકાવનમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે અને પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી અંતરમાં ભક્તિના ગાન ગુંજવા લાગે છે. આ પાર્થ પ્રભુના જેવા નામ છે તેવા ગુણ તેમાં સમાયેલા છે. અનેક શ્રધ્ધાળુઓને શ્રી ચમત્કારી પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરવાથી લાભ છે
શ્રી ચમારી પાર્શ્વનાથ