________________
જ આ દિવ્યતાથી શોભતા જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે.
આ જિનાલય ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે.
અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાઘર પ્રાસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચુ શિખર ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય અને કલાત્મક જિનાલયની ફરતી ભમતીમાં પચાસમી દેરીમાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવાથી અંતરમાં શ્રધ્ધાની સરગમ વાગવા લાગે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલયની ભમતીમાં પચાસમી દેવકુલિકામાં બિરાજમાન શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા શ્વેત પાષાણના છે. શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
આ પ્રતિમાજી અત્યંત મનોહર અને નયનરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિના સૂર ગુંજયા વગર રહેતા નથી.
|
શ્રી પાર્શ્વનાથ સ્તવન
ૐ નમો પાર્થ પ્રભુ પંકજે, વિશ્વ ચિંતામણિ રત્ન રે ૐ હૂ ધરણેન્દ્ર પદ્માવતી, વેરૂટ્યા કરો મુજ યત્ન રે ....૧ અબ મોહે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિકાંતિ વિદ્યાયિરે, ૐ હૂ અક્ષર શબ્દથી, આધિ, વ્યાધિ સવિ જાય રે.....૨
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૯૯