________________
ન્યાલચંદભાઈ બોલ્યા: ‘શાંતિભાઈ, એક રસ્તો બતાવુ...” કહો...ભાઈ, મારા માથે ભારે ઉપાધિ આવી પડી છે.” ‘તમે શંખેશ્વર ગયા છો?”
હા...એકાદ વાર ગયો હોઈશ...”
‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ આવેલું છે ત્યાં ભવ્ય જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે ત્યાં તમે સેવા પૂજા કરીને પત્નીની સુખાકારી માટે પ્રાર્થના કરજો. તમારા પત્ની અવશ્ય સાજા થઈ જશે. ન્યાલચંદભાઈ બોલ્યા.
‘ભલે...હું એકલો જાઉં તો ચાલે ને ?'
હા...તમે એકલા જ જજો . પણ ભાભી સાજા થઈ જાય પછી સપરિવાર શંખેશ્વર જજો અને સેવા-પૂજાનો લાભ લેજો.’
ભલે...આવતીકાલે રવિવાર છે. કાલે મારે રજા છે તો આવતીકાલે જ શંખેશ્વર જઈ આવીશ.' શાંતિલાલ બોલ્યા.
એમજ થયું.
બીજે દિવસે શાંતિલાલ શંખેશ્વર ગયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં અડતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. પત્ની ની સુખાકારી માટે પ્રાર્થના કરી તેમજ પત્ની સાજી થઈ જશે તો બધા દર્શનાર્થે આવશું તેવો પણ સંકલ્પ કર્યો.
શાંતિલાલ પાછા ફર્યા.
પંદર દિવસ વીત્યા બાદ પુષ્પાબેનની તબીયતમાં સુધારો થવા લાગ્યો. મહિના પછી તો પાછા જિનાલયે જવા માંડ્યા. શાંતિલાલ તો અત્યંત હર્ષ પામ્યા. | અને એક દિવસ તેઓ પરિવારને લઈને શંખેશ્વર જઈ આવ્યા. ત્યાં પરિવારના તમામ સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેમજ શ્રી લોઢણજી પાર્શ્વનાથ પ્રભુની વિશેષ રીતે સેવા-પૂજા કરી. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પણ સૌએ પૂજા કરી. બે દિવસ રોકાઈને પાછા સુરેન્દ્રનગર આવી ગયા.
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૯