________________
શાંતિલાલને બે પુત્રો હતા પરંતુ તે બન્નેની નોકરી સામાન્ય હતી. બન્ને ભાઈઓ ઘરમાં બે-બે હજાર રૂપિયા આપતાં હતા. બન્ને ભાઈઓના વિવાહ થઈ ગયા હતા અને બન્નેને એક-એક સંતાન પણ હતું.
શાંતિલાલને સાંઈઠ વર્ષ થઈ ગયા હતા. તેમનો પગાર છ હજાર રૂપિયા હતો. વર્ષોથી જીન ફેક્ટરીમાં નોકરી કરતા હતા. તેમને હવે થાક પણ લાગતો હતો. તેમને નિવૃત થવાનું મન થતું હતું પણ પરિવારની જવાબદારી પોતાના શિરે હોવાથી વધુ વિચારી શકતા નહોતા. જો તેઓ નોકરી મૂકી દે તો જીવન વ્યવહારમાં અડચણ આવે તેમ હતી.
શાંતિલાલના પત્ની પુષ્પાબેન સ્વભાવે નરમ હતા. તેઓને પણ ઉંમરના કારણે પગનો દુઃખાવો રહેતો હતો. તેઓ વધારે કામ કરી શકતા નહોતા. તેઓ નિયમિત જિનાલયે દર્શન કરવા અચૂક જતા હતા. શાંતિલાલ તો વહેલી સવારે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા કરવા જતા.
એક વાર એવું થયું કે પુષ્પાબેનના પગ ચાલતાં સાવ બંધ થઈ ગયા. શાંતિલાલને ભારે ચિંતા થઈ. તેઓ તરત જ પુષ્પાબેનને ઓર્થોપેડિક સર્જન પાસે લઈ ગયા. એકસરે પડાવ્યા પછી તારણ નીકળ્યું કે સાંધા ઘસાઈ ગયા છે. ઓપરેશન કરવું પડશે.
શાંતિલાલે ઓપરેશનનો ખર્ચ પૂછ્યો તો ડોક્ટરે જણાવ્યું કે સાંધા રીપ્લેસ કરવાનો ખર્ચ બે લાખ રૂપિયા થશે. શાંતિલાલ ઘેર પાછા આવ્યા. બે લાખ રૂપિયા પોતાને કોણ આપે ? ૨કમ કંઈ નાની નહોતી.
ચાર દિવસ સુધી શાંતિલાલની શાંતિ હણાઈ ગઈ હતી. તેઓ રાત્રે નિદ્રા કરી શકતા નહોતા. પત્ની માટે શું કરવું ? તેનો જ વિચાર આવતો હતો.
એક દિવસ જિનાલયે પૂજા કરવા ગયા ત્યારે દ૨૨ોજ પૂજામાં ભેગા થતાં ન્યાલચંદભાઈ ભેગા થઈ ગયા.
ન્યાલચંદભાઈએ કહ્યું ઃ ‘છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોઉ છું કે તમે કોઈ ઘેરી ચિંતામાં છો...શું વાત છે ?’
ત્યારે શાંતિલાલે બધી વાત કરી.
શ્રી લોઢણજી પાર્શ્વનાથ
૬૮