________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં
બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથ જૈન-જૈનેતરોનું શ્રધ્ધાનું પરમધામ એટલે શ્રી શંખેશ્વર તીર્થ. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પ્રતિમાજી યુગોના યુગો પ્રાચીન છે. આથી આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શંખેશ્વરમાં રોજ હજારો યાત્રિકોની અવર-જવર રહે છે અને અનેરી શ્રધ્ધા અને ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન માત્રથી દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને દિવ્ય પ્રતિમાજી શ્રધ્ધાળુઓને ભક્તિ માર્ગમાં વધારે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ અહીંના ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવનારને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના તીર્થોના દર્શનનો અનેરો લ્હાવો મળે છે એટલું જ નહિ ભક્તિ, સેવા-પૂજા કરવાનો પણ લાભ મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા અને પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. આ ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ ના મહાસુદ પાંચમના થઈ હતી. | આ ભવ્ય જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. લગભગ ૫૦ વિઘા જમીન પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું આ જિનાલય પૃથ્વીના પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર ન હોય તેવો ભાસ કરાવે છે.
આ ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય અને મનોહર ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૧૧૬ દેવકુલિકાઓના
શ્રી લોઢણજી પાર્શ્વનાથ