________________
એક રાત્રે અધિષ્ઠાયક દેવે સાગરદત્તને કૂવામાંથી પ્રતિમાજી બહાર કાઢવાનો આદેશ આપ્યો.
બીજે દિવસે સવારે સાગરદત્તે સ્થાનિક જૈનસંઘને પોતાને આવેલા સ્વપ્નની વાત કરી. અને આ કાર્યમાં સહયોગ આપવા વિનંતી કરી.
સાગરદત્ત વેપારીના સ્વપ્નાની વાત દર્ભાવતીમાં વાયુવેગે પ્રસરી ગઈ. અન્ય ધર્મના લોકોએ પણ આ મૂર્તિ માટે પોતાનો દાવો રજૂ કર્યો.
છેવટે સમાધાન કરવામાં આવ્યું કે જે કોઈ સંપ્રદાય આ પ્રતિમાજી કૂવામાંથી બહાર કાઢે તે સંપ્રદાયની આ પ્રતિમાજી ગણાશે. બધાએ આ વાત કબૂલ રાખી. | બધા સંપ્રદાયના લોકોએ પ્રયત્નો કરી જોયા, પરંતુ સફળતા ન મળી ત્યારે જૈનોએ કુંવારી કન્યા પાસે કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કુવામાં ઉતરાવી. | સૌના આશ્ચર્ય વચ્ચે પ્રતિમાજી આપો આપ ચાળણીમાં બિરાજમાન થઈ અને કૂવાની બહાર આવી ગઈ.
એ સમયે જૈન શાસનનો જયજયકાર ગુંજી ઉઠ્યો. | કુવામાંથી બહાર આવેલી પ્રતિમાજીને સારથિ વગરના ગાડામાં પધરાવવામાં આવી. ગાડું જ્યાં ઊભું રહ્યું ત્યાં ભવ્ય જિનાલય બંધાવીને પરમાત્માની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી.
આ પ્રતિમાજી કૂવાના પાણીમાં લાંબો સમય રહી છતાં વેળુની આ પ્રતિમાજીનો એક કણ ખર્યો નહોતો. અને વળપિંડ લોઢા જેવો બની ગયો હતો. તેથી આ પ્રતિમાજી “લોઢણ'ના નામથી ઓળખાવા લાગી.
આ જિનાલયનો વિક્રમ સંવત ૧૯૯૦માં જીર્ણોધ્ધાર થયો હતો. જિનાલયના ઉપરના ભાગે શ્રી શીતલનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે.
શ્રી લોઢણ પાર્શ્વનાથજી પ્રભુની પ્રતિમાજી ભોંયરામાં બિરાજમાન છે.
આ પરમાત્માને “શ્રી વેળુ પાર્શ્વનાથ” તરીકે પણ જાણવામાં આવે છે. આ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યો, કવિઓએ પોતાની રચનાઓમાં કરી છે.
ક સંપર્ક : શ્રી લોઢણ પાર્શ્વનાથ જે. જૈન મંદિર, દેવચંદ ધરમચંદ જૈન પેઢી, મુ. ડભોઈ, જી. વડોદરા (ગુજરાત)
શ્રી લોઢણજી પાર્શ્વનાથ