________________
suclear emmes fe
નવી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી સતફણા પાર્શ્વનાથ
પરમ પાવન તીર્થ શંખેશ્વર જગવિખ્યાત છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય છે. અત્યંત દર્શનીય અને તેજોમય પ્રતિમાજી આ જિનાલયમાં બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં હૈયામાં અનેરી ધર્મ ભાવના જાગૃત થયા વિના રહેતી નથી.
શંખેશ્વરમાં અન્ય દર્શનીય જિનાલય એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ ભવ્ય અને કલાત્મક જિનાલયમાં બિરાજમાન છે.
સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહૂર્તે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે આ મહાપ્રાસાદના મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજન શલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ લગભગ ૫૦ વિઘા ધરતી ઉપ૨ ૮૪૦૦૦ ચોરસ ફૂટના ઘેરાવમાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું આ જિનાલય પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર સમાન લાગે છે.
આ ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર, મનોરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ સહિત અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી સુશોભિત છે. બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું ‘શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. અહીં કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઊંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાઘર પ્રસાદ આવેલા છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
૫૮