________________
શ્રી ઘીયા પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભાવે સેવા પૂજા કરી. પ્રશાંતભાઈ મનોમન બોલ્યા: હે શ્રી ધીયા પાર્શ્વનાથ, આપની કૃપા અપરંપાર છે.... આપતો કરૂણાના સાગર છો. આપની કૃપા દૃષ્ટિથી જ મારી પુત્રી દીપાનું આંખનું ઓપરેશન સફળ થયું છે. હું ભવોભવ આપની આરાધના કરી શકું તેવું બળ આપજો, શક્તિ આપજો ....”
પ્રશાંતભાઈ આટલું મનોમન બોલ્યા ત્યાં તો તેમની આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા.
પ્રશાંતભાઈ, રંજનબેન, દીપાએ ચૈત્યવંદન કર્યું પછી ધર્મશાળા પર ગયા. થોડીવાર બેસીને શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની સેવા પૂજા કરવા માટે ગયા. ત્યાં અનેરા ભક્તિભાવથી સેવાપૂજા કરી, પછી ધર્મશાળામાં આવ્યા, વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા.
ભોજનશાળામાં ભોજનની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. પ્રશાંતભાઈનો પરિવાર સાત્વિક ભોજનથી તૃપ્ત થયો.
પ્રશાંતભાઈ બોલ્યા: “રંજન, ખબર નહિ પણ આ સ્થાન અત્યંત મેગ્નેટિક છે. અહીં આવ્યા પછી જવાનું મન થતું નથી. અહીં પ્રવેશીએ છીએ પછી મનમાં વિકારો રહેતા નથી...માત્ર પવિત્રતાના દર્શન થાય છે.
રંજનબેને કહ્યું : ‘તમારી વાત સાચી છે. અહીંનું વાતાવરણ જ કંઈક જૂદું છે. આભૂમિ અત્યંત પવિત્ર છે. અહીંના રજકણો અત્યંત પવિત્ર છે. મને પણ અહીં આવ્યા પછી જવાનું મન થતું નથી પરંતુ આપણને ગયા વગર છૂટકો હોતો નથી...'
- “સાચી વાત છે. સાંસારિક ઉપાધિઓ વળગેલી છે. એને નિભાવ્યા વગર પણ ચાલે તેમ નથી. પરંતુ અહીં આપણે જે કંઈ ક્ષણો પસાર કરીએ છીએ તેનાથી ચિત્તમાં અનન્ય પ્રસન્નતા ઊભી થાય છે. એ પ્રસન્નતા જ આપણા જીવનને મંગલમય બનાવે છે.'
આમ બન્ને પતિ-પત્ની વાતો કરીને સમય પસાર કરતાં હતા. બપોરે શંખેશ્વરની બજારમાં આંટો મારી આવ્યા.
શ્રી ધીયા પાર્શ્વનાથ
૪૧