________________
વેપારીઓ દેખાય છે.”
આપણે ઓછા ભાવે માલ વેંચી ન શકીએ?” રશ્મિબેને પૂછયું.
રશ્મિ, ખોટ ખાઈને તો વેપાર ન કરી શકાય. મુંબઈની પેઢીની અનેક શહેરોમાં બ્રાંચ છે તેથી તેઓની ખરીદી પણ ખૂબજ મોટી હોય.... લાખોના હિસાબે ચીજ-વસ્તુઓ ખરીદાતી હોય એટલે તેઓને દરેક વસ્તુ અત્યંત સસ્તી મળી શકે. જ્યારે આપણી ખરીદીની મર્યાદા હોય છે. તે સિવાય મુંબઈની પેઢી જાહેરાતો કરતી હોય છે, તેનો પણ પ્રભાવ પડે...આપણે વ્યવસાય બદલવો પડશે...'
- “આપ ચિંતામુક્ત બની જાઓ...આપ જાણો છો કે મને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ફરતી ભમતીમાં પીસ્તાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર અને અનહદ શ્રધ્ધા છે. આપણને જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે આપણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના દર્શનાર્થે જઈએ છીએ... આપણી ચિંતા શ્રી પોસલીયા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ વર્ણવીને કોઈ માર્ગ નીકળે તેવી પ્રાર્થના કરીશું.'
રશ્મિ, તારી વાત સાચી છે. આવતીકાલે રવિવાર છે. આજે જ આપણે શંખેશ્વર જવા નીકળી જઈએ. રાત્રિના ત્યાં પહોંચી જઈશું. કાલે બપોરે ત્યાંથી નીકળી જઈશું...'
એમજ થયું.
હસમુખભાઈ શાહનો પરિવાર શનિવારે બપોરે બે વાગે ટેક્સી કરીને શંખેશ્વર જવા માટે નીકળી ગયો. માર્ગમાં એક-બે તીર્થ આવતાં ત્યાં દર્શન કર્યા. અને વાળું પણ કરી લીધું.
લગભગ રાત્રિના નવ વાગે હસમુખલાલનો પરિવાર શંખેશ્વર પહોંચી ગયો. સૌ પ્રથમ તો તેઓએ ધર્મશાળાની રૂમ બુક કરાવી. અને રૂમ પર આવ્યા.
- હસમુખલાલે કહ્યું: “આપણે હાથ-મોં ધોઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય તથા શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શનાર્થે જઈ આવીએ... કાલે બન્ને જગ્યાએ સવારે સેવા-પૂજા અને ભક્તિ કરીશું...'
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४७