________________
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના પોસલીયા ગામમાં શ્રી પોસલી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ સિરોહી-પાલી હાઈવે રોડ પર અને એરનપુરા રેલ્વે સ્ટેશનથી ૨ કિલોમીટર દૂર છે. શિખરબંધી જિનાલય છે. અહીં એક પ્રાચીન જ્ઞાન ભંડાર છે. ગામમાં બે ધર્મશાળા અને એક ઉપાશ્રય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ના ભવ્ય જિનાલયની ભમતીમાં પિસ્તાલીસમી દેરીમાં શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. રાજસ્થાનના પોસલીયા ગામમાં શિરોહીકા વાસખાતે શ્રી પોસલી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રી પોસલી પાર્શ્વનાથજીની શ્યામ પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ, નવફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૮ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે.
પોસલી ગામ પરથી ‘શ્રી પોસલી પાર્શ્વનાથ’ નામ પડ્યાનું મનાય છે. હાલમાં આ ગામમાં જૈનોની વસ્તી સારી છે. શ્રી સંઘે આ જિનાલય સં. ૧૭૫૦માં નિર્મિત કર્યું. પ્રતિમાજી ૫૨ વિક્રમ સંવત ૧૭૪૫નો ઉલ્લેખ છે. તે પૂર્વે પણ આ ગામમાં જિનાલય હોવાનું એક પ્રાચીન તીર્થમાળા પરથી જાણવા મળે છે. સં. ૧૭૨૨ માં ‘ચૈત્ય પરિપાટી' માં પોસલીમાં ત્રણ જિનબિંબો હોવાનું પંન્યાસજી મહિમા વિજયજી મહારાજે જણાવેલ છે.
RE
સંપર્ક : શ્રી પોસલીયા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ.પો.પોસલીયા, શિરોહીકાવાસ, સ્ટે : એરનપુરા, જી. સિરોહી, રાજસ્થાન.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી પોસલીયા પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર મહાતીર્થનો પ્રભાવ અને મહિમા દિનપ્રતિદિન વધતો જાય છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં દર્શનાર્થે આવે છે.
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૩