________________
શ્રી ધીયા પાર્શ્વનાથ
મહેસાણા જીલ્લાના પાટણ (સિધ્ધપુર) શહેરમાં ધીયાના પાડામાં બે જિનાલયો આવેલા છે. એક જિનાલયમાં શ્રી શાંતિનાથજી ભગવાન અને બીજી જિનાલયમાં શ્રી ધીયા(કંબાઈયા) પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક પદે બિરાજમાન છે.
શ્રી ધીયા પાર્શ્વનાથનું જિનાલય અતિ ભવ્ય છે. શ્વેત વર્ણની આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં ચુમાલીસમી દેરીમાં શ્રી ધીયા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
ધીયાના પાડામાં બિરાજમાન આ પાર્શ્વ પ્રભુ બબ્બે નામથી જાણીતા છે. કોઈ શ્રી ધીયા પાર્શ્વનાથ તરીકે તો કોઈ શ્રી કંબોઈયા પાર્શ્વનાથ તરીકે જાણે છે. ઘણા જૂના જમાનાની વાત છે. એ વખતે પાટણમાં શ્રી પાર્શ્વ પ્રભુનો પરમ ભક્ત ઘીનો વેપા૨ી રહેતો હતો.
તે વેપા૨ીને શ્રી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિભાવ હતા. તે દ૨૨ોજ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરતો.
એકવાર તેની ભક્તિ મહોરી ઊઠી. ભક્તિના પ્રભાવે તે પોતાના ઘીના વેપારમાં અઢળક નાણા કમાયો. ઘીના વેપારમાંથી ભેગી કરેલી સંપત્તિ માંથી તેણે ઘીયાના પાડામાં ભવ્ય અને દર્શનીય જિનાલયનું નિર્માણ કરાવ્યું. તેણે આ જિનાલયમાં પોતાના આરાધ્યદેવ શ્રી પાર્શ્વ પ્રભુને પ્રતિષ્ઠિત કર્યા. ત્યારથી લોકો આ પાર્શ્વ પ્રભુને ‘શ્રી ઘીયા પાર્શ્વનાથ’ તરીકે સંબોધવા લાગ્યા.
વિક્રમ સંવત ૧૬૪૮માં શ્રી લલિત પ્રભસૂરિજી મહારાજે ‘પાટણ ચૈત્ય પરિપાટી' ની રચના કરી. તેમાં તેમણે શ્રી કંબોઈયા પાર્શ્વનાથને ભાવભર્યા વંદન કર્યાં છે. આ સિવાય અન્ય મહાપુરુષોએ પોતાની રચનામાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય પાટણના ઘીયાના પાડામાં આજે પણ ઘીના વેપારીની ભક્તિના ગાન ગાતું અડિખમ ઊભું છે. તે ઉપરાંત જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી કંબોઈયા પાર્શ્વનાથ પ્રભુની
શ્રી ધીયા પાર્શ્વનાથ
68