________________
વિચરણ કરતાં ખેડા ગામ તરફ આવ્યા. ખેડાથી પશ્ચિમ બાજુએ સરિતાકિનારે આવેલા હરિયાળા ગામ પાસેના એક વડ નીચે આવીને આચાર્ય ભગવંત બેસી ગયા અને ધ્યાનમાં પરોવાઈ ગયા.
જૈનાચાર્ય શ્રી વિજયરાજસૂરિજી મહારાજ અલગારી મહાત્મા હતા. જ્યારે તેઓ ધ્યાનમાં બેસતાં ત્યારે વાસ્તવિકતાને ભૂલી જતા અને આત્મ રમણમાં ગુંથાઈ જતા.
આ તરફ ગામની બહાર કોઈ સંત મહાત્મા બિરાજેલા છે તે સમાચાર જોતજોતામાં પ્રસરી ગયા. સંત પુરુષના દર્શન કરવા ગામના લોકો ઉત્સુક બન્યા. ગામના લોકો એકઠાં થયા અને સૌ ભેગા થઈને સંત મહાત્માના દર્શનાર્થે આવ્યા. જૈનાચાર્ય શ્રી વિજયરાજસૂરિજી મહારાજના મુખ પર તપની તેજસ્વીતા જોઈને ગામના લોકો ચકિત બની ઊઠ્યા.
સૌ આચાર્ય મહારાજની પાસે આવ્યા અને ભાવથી વંદના કરી. ત્યારબાદ એક તરફ બેસી ગયા અને પ્રતીક્ષા કરવા લાગ્યા કે મહાત્માનું ધ્યાન ક્યારે પૂરું થાય...!
લગભગ અર્ધ ઘટિકા બાદ આચાર્ય ભગવંતે આંખો ખોલી. અને એકત્રિત ગામના લોકો સમક્ષ અમી દૃષ્ટિ ફેરવી. મુખ પર પ્રસન્નતાનું હાસ્ય વેર્યું.
આચાર્ય ભગવંત બોલ્યા : “ધર્મલાભ...”
ગ્રામ્યજનોએ આચાર્ય મહારાજને જણાવ્યું કે ગુરૂદેવ આપ અમને કંઈક ઉપદેશ આપો.
ગ્રામ્યજનોએ અદમ્ય ઈચ્છાથી આચાર્ય ભગવંતે ધર્મ દેશના આપી.
આચાર્ય ભગવંત શ્રી વિજય રાજસૂરિજી મહારાજે મધુર સ્વરે કહ્યું : “જે ઉત્તમ જીવનું ચિત્ત સંસારના ભોગ વિલાસ અને માયા પરથી ઉદ્વેગ પામ્યું હોય, જેના હૈયામાં આત્મકલ્યાણની ભાવના જાગૃત થઈ હોય અને પરમપદ પામવાની ભાવના હૈયામાં રમતી હોય તેમણે કાષાયનો અવશ્ય ત્યાગ કરવો. આ કષાયો કટુક ફળ આપવાવાળા વિષવૃક્ષ જેવા છે. દુર્થાન તરફ દોરી જનારા છે. અને તેના અનુભવથી આ ભવમાં દુ:ખ સિવાય કશું મળતું નથી. વળી તે ઘણા અનર્થોનું પણ
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ