________________
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જીલ્લામાં ખેડા શહેરના પટેલવાડામાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. | શ્રી ભીડભંજન પાર્શ્વનાથના અનેક જિનાલયો વિવિધ શહેરોમાં આવેલા છે. જેમકે સુરતના નાણાવટવિસ્તારમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તે પ્રમાણે પાટણ, ઉનાવા, ભીવંડી, તારાપુર, વડોદરા, ઉદયપુર તથા મુંબઈના સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં અત્યંત દર્શનીય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ફરતી ભમતીમાં બેતાલીસમી દેરીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક અને દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
ખેડામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાજી દર્શનીય અને મનોહારી છે.
અમદાવાદથી ખેડા ૨૨ માઈલના અંતરે આવેલ છે. અને નડિયાદથી ૧૪ માઈલના અંતરે અમદાવાદ-મુંબઈ હાઈવે રોડ પર આવેલ છે.
- ખેડામાં આઠ જિનાલયો છે. ગામમાં ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન છે. ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં કારતક અને ચૈત્રી પુનમના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. આ બન્ને દિવસોમાં હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી કપૂરસૂરિશ્વરજી મહારાજાની આ જન્મભૂમિ છે.
ખેડામાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની શ્વેત પાષાણની પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૧ ઈંચની છે. બાજુમાં શ્રી સંભવનાથ ભગવાન અને શ્રી મલ્લિનાથ ભગવાનના જિનબિંબ છે.
વિક્રમ સંવત ૧૫૧૬ના વર્ષની ઘટના છે. એ સમયમાં અધ્યાત્મનો પ્રકાશ રેલાવતાં જૈનાચાર્યશ્રી વિજયરાજસૂરિ
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ