________________
ભારતના મધ્યકાલીન ઈતિહાસમાં મહારાજા કુમારપાળનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. મહારાજા કુમારપાળ અઢાર દેશનો ધણી હતો. અઢાર દેશોમાં અહિંસાનો વિજય ધ્વજ લહેરાવીને મહાન કાર્ય એમના હાથે થયું હતું. સમ્રાટ હર્ષવર્ધન પછી રાજ રાજેશ્વર કુમારપાળ બારમી સદીમાં ભારતનો અંતિમ હિંદુ સમ્રાટ થયો. એ સમયે ચૌલુક્ય ભૂષણ કુમારપાળના સામ્રાજ્યનો વિસ્તાર ચરમ સીમા પર પહોંચ્યો હતો. કુમારપાળ મહારાજાનો રાજ્યકાળ સન ૧૧૪૨થી ૧૧૭૩ ઈસ્વી. તથા એનો યુગ સામ્રાજ્ય વિસ્તાર અથવા સફળ સૈનિક અભિયાનોની શૃંખલાને કારણે જ મહત્વપૂર્ણ છે એમ નથી, રાજનૈતિક, આર્થિક, સામાજીક, ધાર્મિક, સાહિત્યિક તથા સાંસ્કૃતિક એમ બધી દષ્ટિઓથી એની વિશેષ મહત્તા છે. અર્થાત કુમારપાળ મહારાજાનો રાજ્યકાળ અને યુગ દેશમાં નવીન રાષ્ટ્રીય ચેતના, નવા સામાજીક સુધારા, કલાપૂર્ણ નિર્માણ તથા સાહિત્યિક - સાંસ્કૃતિક પુનર્જાગરણના યુગારંભની દૃષ્ટિથી ભારતીય ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન રાખે છે.
| મહારાજા કુમારપાળ ૫૦ વર્ષની ઉંમરે રાજગાદી પર આરૂઢ થયા હતા. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો પ્રભાવ તેમના પર પ્રગાઢ હતો. અહિંસા, સાત વ્યસનોનો ત્યાગ વગેરેમાં રાજા કુમારપાળ ચુસ્ત રહ્યાં હતા. તેમના જીવનના અંતિમ વર્ષોમાં ધર્મ આરાધના, તપશ્ચર્યા ખૂબ કરી. ગુરૂદેવ શ્રી હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા પછી તેમણે પોતાનું જીવન વૈરાગી જ બનાવી દીધું હતું. ગુરૂદેવની વિદાય પછી છ મહિના બાદ તેના ભત્રીજા અજયપાળ દૂધમાં ઝેર પીવડાવીને વયોવૃધ્ધ મહારાજા કુમારપાળને હંમેશ માટે શાંત કરી દીધા હતા. | મહારાજા કુમારપાળની દૈનિક ક્રિયા આ પ્રમાણે હતી. વાજિંત્રોના નાદ સાથે વહેલી સવારે ઊઠી જતાં, નવકાર મંત્રનો જાપ તથા ૩૨ પ્રકાશનો પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમાર વિહારમાં ચૈત્ય પરિપાટી, ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને ભોજન, સંધ્યાકાળે ગૃહમંદિરમાં ભવ્ય અંગ રચના, આરતી, મંગળ દીવો, પરમાત્માની ભક્તિ, રાત્રે નિદ્રા પૂર્વે તેઓ નવકાર મહામંત્રનું અવશ્ય સ્મરણ કરતાં હતા. તેમણે ચૈત્યવંદન, ગુરૂવંદન, સામાયિક, અને પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કરી લીધા હતા. તેમણે પાટણ, થરાદ, લાડોલ, જાલોર, સોમનાથ પાટણ,
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૨