________________
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થસ્થળ આવેલું છે. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. આ તીર્થ જૂનાગઢથી ૬૫ કિ.મી. અને કેશોદથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું છે. બરેજ તીર્થથી ૩૮ કિ.મી. ના અંતરે આ તીર્થ આવેલું છે.
કંપાણી ફળિયા – માંગરોળમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિનાલય સિવાય અન્ય બે જિનાલયો છે. તેમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ દર્શનીય છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. આ તીર્થથી સમુદ્ર કિનારો ત્રણ કિલોમીટરના અંતરે છે.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયો ખંભાત અને ગોગુંદા (રાજસ્થાન) માં આવેલા છે. એ સિવાય મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થોની ભમતીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથજીની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના દર્શનીય, ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં તેતાલીસમી દેરીમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના માંગરોળ મુકામે આવેલ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ તીર્થ પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયના છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૭ ઈંચની છે.
આજનું માંગરોળ પૂર્વે, ‘મંગલપુર’ ના નામથી ઓળખાતું હતું. પૂર્વે, ‘મંગલપુર’ની પ્રતિષ્ઠા શ્રેષ્ઠ બંદર તરીકેની ફેલાયેલી હતી. આ નગરી અતિ પ્રાચીન છે. પ્રાચીન સમયથી અહીં જૈનોની વસ્તી રહી છે. અને તે કારણે અહીં ભવ્ય જિન પ્રાસાદોના નિર્માણ થયા હતા.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ ગુજરેશ્વ૨ ૫૨માર્હત મહારાજા કુમારપાળે કરાવ્યાનો ઉલ્લેખ છે. સંવત ૧૨૬૩માં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથની અલૌકિક પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ
૩૧