________________
સંપર્ક : શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પટેલવાડો, મુ.ખેડા (જી.ખેડા) ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભીડભંજન પાર્શ્વનાથ
પરમપાવન તીર્થ શંખેશ્વર જગવિખ્યાત તીર્થધામ છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની યુગો પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત જાગૃત છે. શંખેશ્વરમાં દરરોજ હજારો ભાવિકોની અવર-જવર રહે છે જ્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ખાસ પ્રસંગો આવે છે ત્યારે તે પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એ વખતે વિરાટ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
| શંખેશ્વરમાં પરમ પવિત્ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થ આવેલું છે. ભક્તિવિહારમાં કલાત્મક અને કલાકારીગીરીથી શોભતું ભવ્ય જિનાલય છે. આ જિનાલયનું વિશાળ જગ્યામાં નિર્માણ થયું છે. આ જિનાલયની ફરતીભમતીમાં બેતાલીસમી દેવકુલિકામાં શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. અત્યંત મનોહર અને દર્શનીય શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા પદ્માસનસ્થ છે. શ્વેતપાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. નવફણાથી અલંકૃત્ત છે. પ્રતિમાજીની બન્ને બાજુએ એક તરફ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વ પક્ષ તથા બીજી તરફ પદ્માવતી માતાજી જોવા મળે છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
હે પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દહ્મન કરનાર છો. કમઠ નામ મહામુર્ખ અસુર રૂપ પવન સામે મેરૂવત અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધસ્થાન માં રમનાર છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનાર
શ્રી ભીડભંજનાજી પાર્શ્વનાથ
૨૯