________________
ધર્મ અંગીકાર કર્યો.
ગામના લોકો શ્રી જિનેશ્વર દેવના પૂજન માટે ઉત્સુક બન્યા હતા. અને તેમણે પૂજ્યશ્રી પાસે શ્રી જિનબિંબની માંગણી કરી.
ગ્રામ્યજનોની માંગણી સાંભળીને પૂજ્યશ્રીએ પોતાની બેઠક નીચેની જગ્યા ખોદવાનું જણાવ્યું. અને તે વડ નીચે ખોદકામ કરવામાં આવતાં એક મનોહર, દર્શનીય જિન પ્રતિમાજી પ્રાપ્ત થયા. પરમાત્માની પ્રાપ્તિ સાથે બે કાઉસગ્ગિયા, પિત્તળની દીવી, ત્રાંબાની કુંડી સહિત અન્ય સામગ્રીઓ પ્રાપ્ત થઈ.
ગ્રામ્યજનોના હર્ષનો પાર ન રહ્યો. તેઓએ પૂજ્યશ્રી ના માર્ગદર્શન અનુસાર ભવ્ય મહોત્સવ ત્યાં જ ઉજવ્યો.
વડના વૃક્ષ નીચેથી જે દિવ્ય રૂપધારી શ્રી જિનપ્રતિમા પ્રાપ્ત થઈ તે જ આ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ.
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પરમાત્માની આ પ્રાગટ્ય કથા છે.
સરિતાના કિનારા પાસે આવેલ એક ટેકરી પર પરમાત્માને બિરાજિત કરીને એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ભીડભંજન પાર્શ્વનાથના પ્રભાવનો લોકોને અનુભવ થવા લાગ્યો.
હિરયાળા ગામના ચાવડા રાજપૂતો પણ શ્રી ભીડભંજન પાર્શ્વનાથના પ્રભાવથી બાકાત ન રહ્યાં. તેઓ શ્રાવક ધર્મ અંગીકાર કરીને પરમાત્માની આરાધનામાં મગ્ન બન્યા. તેઓ પાછળથી શેઠ કહેવાયા.
શ્રીભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમાજી મહારાજા સંપ્રતિકાલીન છે. ખેડાનગરમાં આવેલ શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું જિનાલય ૫૦૦ વર્ષ પ્રાચીન છે. આજે પણ આ જિનાલય અડિખમ ઊભું છે. ભવ્ય ભૂતકાળના યશોગાન કરતું આ જિનાલય અત્યંત દર્શનીય છે. વિક્રમ સંવત ૧૯૭૪માં આ તીર્થનો જીણોધ્ધાર થયો હતો. જેઠ સુદ દશમના દિવસે પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ વિશે અનેક જૈનાચાર્યો તથા મહાપુરુષોએ પોતાની રચનામાં ઉલ્લેખ કર્યો છે.
૨૮
શ્રી ભીડભંજનજી પાર્શ્વનાથ