________________
થાય તેની જાણકારી તેના પાસે નહોતી તેમજ ઉપચાર કરાવી શકે તેવી સ્થિતિ પણ નહોતી.
| દત્ત બ્રાહ્મણ પોતાના માથા પર આવી પડેલી વિપદા અંગે છાને ખૂણે રડી પણ લેતો હતો.
દત્ત બ્રાહ્મણને કોઈ બોલાવતું પણ નહોતું. કોઈ તેને જોઈ જાય તો લોકો રસ્તો બદલાવી નાખતાં હતા. તેમાં ઘણા તો સલાહ આપતાં કે ઘરની બહાર શું કામ નીકળે છે? ઘરમાં પડ્યો રહેતો હોય તો...!
| દત્ત બ્રાહ્મણ લોકોના તીખાં વેણ સહન કરી લેતો હતો. તેનામાં સામનો કરવાની શક્તિ નહોતી. લોકોના વાગબાણોથી ઘવાયેલો દત્ત બ્રાહ્મણ ક્યારેક જ ઘરની બહાર નીકળતો હતો.
એકવાર દત્ત બ્રાહ્મણ નગરીના પાદરે આવ્યો હતો ત્યારે એક જ્ઞાની મુનિરાજનો ભેટો થયો. તેણે દૂરથી વંદન કર્યા અને કહ્યું : “મુનિરાજ, મને કુછ રોગ થયો છે એટલે આપના ચરણોને સ્પર્શ કરી શકીશ નહિ... મને કુષ્ઠ રોગ થવાથી મારો પરિવાર મને છોડીને ચાલ્યો ગયો છે. કોઈ મારૂં રહ્યું નથી. મારી આવી પરિસ્થિતિ કેમ થઈ ?'
હે ભદ્ર, જે કાંઈ બને છે તે કર્મને આધીન છે. પૂર્વ ભવોના કર્મો ઉદયમાં આવે ત્યારે કોઈપણ જીવને તે ભોગવ્યા વિના છૂટકો નથી. સર્વ જીવોને કર્માનુસાર જીવવું પડે છે કર્મથી મુક્તિ મેળવવા સર્વત્યાગ વગર બીજો કોઈ માર્ગ નથી...” મુનિરાજે ઉપદેશ આપ્યો..
મુનિરાજે દત્ત બ્રાહ્મણને કર્મની સત્તા વિષેનું જ્ઞાન આપ્યું. કર્મ વિષેની વિશદ જાણકારી મળતાં દત્ત બ્રાહ્મણને જૈન ધર્મ પ્રત્યે અનન્ય શ્રધ્ધા ઉપજી.
મુનિરાજે દત્ત બ્રાહ્મણને શ્રાવકના ગુણ બતાવ્યા અને દત્ત બ્રાહ્મણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. | ત્યાર પછી દત્ત બ્રાહ્મણ શ્રાવકધર્મનું ચુસ્ત રીતે પાલન કરવા લાગ્યો. તેના જીવનમાં ફેરફાર થયો. તેના વિચારોમાં પરિવર્તન આવી ગયું. જૈન ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો.
શ્રી ક્રેશ્વર પાર્શ્વનાથ
૧૯