________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ
સમગ્ર વિશ્વમાં જૈનોનું મહાતીર્થ શંખેશ્વર ધામ અત્યંત જાણીતું છે. આ તીર્થના દર્શનાર્થે દ૨૨ોજ હજારો ભાવિકોની અવરજવર રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ઉપરાંત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. વિશાળ જગ્યામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર આવેલું છે. કલાત્મક અને ભવ્ય કલાત્મક અને ભવ્ય કલા કારીગરીથી આ જિનાલય શોભી રહ્યું છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે જ્યારે આ જિનાલયની ફરતી ભમતીમાં એકતાલીસમી દેવકુલિકામાં શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્યામ પાષાણની પ્રતિમાજી પદ્માસનસ્થ છે. નવફણાથી અલંકૃત્ત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં બિરાજમાન પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ધર્મશાળાની સર્વોત્તમ સગવડ છે. તેમજ ભોજનશાળા પણ આવેલી છે. આ સંકુલનો સ્ટાફ વિનયી હોવાથી ભાવિકો અવાર-નવાર ભક્તિ વિહાર ધામમાં આવે છે. વિશાળ જગ્યા હોવાથી બાગબગીચો તથા વૃક્ષોની હારમાળા ભાવિકોને પ્રસન્નતા બક્ષે છે. શંખેશ્વર જવાનું થાય ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી.
શ્રી કૂડેશ્વર પાર્શ્વનાથ
૨૨