________________
જયશ્રીબેન દીકરીના પરાક્રમની વાત તો ક્યાંય કરી શકે તેમ નહોતા. તેઓ ભારે મુંઝાયા. શું કરવું ? તેની ચિંતા કોરી ખાતી હતી.
એક દિવસ તેમના પાડોસમાં રહેતા ચંદાબેન બેસવા આવ્યા અને કહ્યું : ‘પાંચ-છ દિવસથી તમને જોયા નહિ એટલે થયું કે શું તબીયત બગડી છે કે શું ?’ ‘ચંદાબેન, તબીયત તો સારી છે પણ સંસારમાં છીએ એટલે થોડા ઘણા પ્રશ્નો તો ઉદ્ભવે...હમણાં એવો પ્રશ્ન અમારી સમક્ષ ઊભો થયો છે કે જેનો કોઈ ઉપાય મળતો નથી. શું કરવું જોઈએ ? તે વિચારવાની મતિ મુંઝાઈ ગઈ છે.’ ‘જયશ્રીબેન, તમારો શું પ્રશ્ન છે તે હું જાણતી નથી અને જાણવા માગતી નથી પરંતુ એક ઉપાય બતાવું ?’
‘કહો...’
‘આપ ખરા હૃદયથી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરશો તો તમારો ગમે તેવો વિકટ પ્રશ્ન હલ થઈ જશે...’
‘પણ એમાં અમારે કરવાનું શું ? અમે તો બ્રાહ્મણ છીએ...તમે જૈન છો...તેથી તમને વિધિની બધી ખબર હોય અમને કશી ખબર ન હોય...’ જયશ્રીબેન બોલ્યા.
‘જયશ્રીબેન, વિધિ કંઈજ નથી. માત્ર તમારે મનમાં સંકલ્પ ધારણ કરવો કે મને પીડવતો પ્રશ્ન હલ થઈ જશે તો શંખેશ્વર આપના દર્શનાર્થે આવીશ.’
‘મારો પ્રશ્ન હલ થઈ જાય તો તમારે અમારી સાથે શંખેશ્વર આવવું પડશે. અમે કોઈ દિવસ શંખેશ્વર જોયું જ નથી...’
‘ના..જરૂર...હું તમારી સાથે શંખેશ્વર આવીશ.' ચંદાબેન બોલ્યા. ચંદાબેનની ઉપસ્થિતિમાંજ જયશ્રીબેને શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથનું સ્મરણ કરીને સંકલ્પ ધારણ કર્યો કે પોતાની પુત્રી યોગ્ય માર્ગે આવે અને તેના મનમાં જે ભૂત ભરાઈ ગયું છે તે નીકળી જાય. પંદર દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવશે તો
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૫