________________
શંખેશ્વર યાત્રાર્થે આવીશું.
આઠ દિવસ પસાર થઈ ગયા.
કોઈ પરિણામ આવ્યું નહોતું.
નવમા દિવસે પ્રતીક્ષાએ જયશ્રીબેનને કહ્યું : ‘મમ્મી, તમે સાચા છો...' આટલું કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જયશ્રીબેને પૂછ્યું : ‘પણ વાત શું છે ?’
‘મમ્મી, સાગરને આજે મેં બીજી છોકરી સાથે જોઈ, એટલું જ નહિ મેં તે બન્નેની વાત પણ સાંભળી, તે બન્નેની વાત સાંભળ્યા પછી લાગ્યું કે સાગરને ગુણનો નહિ પણ રૂપનો મોહ છે. તેની સાથે જે છોકરી હતી તે અતિ રૂપવતી છે. અમારી કોલેજમાં આઠ દિવસથી જ આવી છે. સાગરે તેને પોતાની જાળમાં ફસાવી લીધી છે. હું પડતાં પડતાં બચી ગઈ છું. આપ મારા લગ્ન જ્યાં કહેશો ત્યાં કરીશ....આપની સલાહ સાચી હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ભણવામાંજ ધ્યાન આપીશ...'
‘દીકરી, જાગ્યા ત્યારથી સવાર...તું બધું ભૂલી જઈને ભણવામાં ધ્યાન દે..તું તારૂં ભવિષ્ય તેજસ્વી બનાવ....અમારે બીજું શું જોઈએ ?' જયશ્રીબેન પણ રડવા લાગ્યા. મા-દીકરી એક બીજાને વળગી પડ્યા હતા.
જયશ્રીબેનની શ્રધ્ધા શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે વધારે ગાઢ
બની.
જયશ્રીબેન, સુભાષભાઈ, પ્રતીક્ષા વગેરે ચંદાબેનને લઈને શંખેશ્વર ગયા. ત્યાં જયશ્રીબેન, સુભાષભાઈ તથા પ્રતીક્ષાએ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ દાદાની મુક્ત મને ભક્તિ કરી...
આમ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ દાદાની ભક્તિ અને આરાધના કરવાથી પરિવાર પર આવી પડેલી વિપદા દૂર થઈ ગઈ.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૬