________________
શ્રી ઉંમરવાડીજી પાર્શ્વનાથ ગુજરાતના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં ઓસવાલ મહોલ્લામાં શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે. આ વિસ્તારમાં અનેક જિનાલયો, ઉપાશ્રયો, પાઠશાળા, આયંબીલ ભવન, ધર્મશાળા, ભોજનશાળા, જ્ઞાનભંડારો આવેલા છે તેમજ વસતી પણ વિશાળ છે.
સુરતમાં ઓસવાલ મહોલ્લામાં બિરાજમાન શ્રી ઉમરવાડી પાર્શ્વનાથજીની પ્રતિમા પદ્માસનસ્થ, શ્વેત પાષાણ અને ફણા રહિતની છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૪ ઈંચ અને પહોળાઈ ૧૨ ઈંચની છે.
ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં ઉમરવાડીમાં આ પ્રભુજી બિરાજતા હોવાથી શ્રી ઉમરવાડી પાર્શ્વનાથજીના નામથી પ્રસિધ્ધ થયા.
પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક છે. પરમાત્માના દર્શનમાત્રથી હૈયું પ્રસન્ન બની ઉઠે છે. આ જિનાલય ૧૭માં સૈકામાં હતું. શ્રી વિનય વિજયજી ઉપાધ્યાયે “સૂર્યપુર ચૈત્ય પરિપાટી’માં આ પાર્શ્વનાથની સ્તુતિ લખી છે.
વિક્રમ સંવત ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોધ્ધાર થયો હતો. આ જિનાલયનો વહીવટ દેસાઈપોળ જૈન પેઢી કરી રહી છે. સં. ૧૬પ૬માં કવિ નયસુંદરે, મુનિ શ્રી ગુણવિજયના શિષ્ય શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં આ પાર્શ્વનાથને વિંદના કરી છે.
સંપર્ક : શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, ઉમરવાડી, ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા, સુરત (ગુજરાત).
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ શંખેશ્વર મહાતીર્થનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત પ્રચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વેનો છે. આ જાગૃત તીર્થ સ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. અને શ્રધ્ધાળુઓ ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને સ્તુતિ કરે છે.
શ્રી ઉમારવાડીજી પાર્શ્વનાથ
૧૨.