________________
पराभिमततीर्थकृतः पुनर्भवमागच्छन्ति योगसारः १/१ सन्ति, न तु केचिदपि रागद्वेषयुक्ताः । तच्च विशेषणं परतीथिकाभिमततीर्थकृतो व्यवच्छिनत्त्यपि, यतः परतीथिका एवं मन्यन्ते यदुत तीर्थकृतः स्वतीर्थनिकारं दृष्ट्वा पुनर्भवमागच्छन्ति । उक्तञ्च श्रीसिद्धसेनदिवाकरसूरिभिरेकविंशतिद्वात्रिंशिकायाम् - 'दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ॥२/१८॥' अन्यत्राप्युक्तम् - 'ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदम् । गत्वा गच्छन्ति भूयोऽपि, भवं तीर्थनिकारतः ॥' श्रीहरिभद्रसूरिसन्दृब्ध-श्रीषड्दर्शनसमुच्चयस्य ४६तम वृत्तस्य श्रीसोमतिलकसूरिकृतटीकायामप्युक्तम् - 'अपरे हि सौगतादयो मोक्षमवाप्यापि तीर्थनिकारादिसम्भवे भूयो भूयो भवमवतरन्ति ।' श्रीषड्दर्शनसमुच्चयस्य ४६तम वृत्तस्याज्ञातकर्तृकावचूर्यामप्युक्तम् – 'अपरे सौगतादयः मोक्ष प्राप्ता अपि स्वतीर्थतिरस्कारदर्शने पुनर्भवमवतरन्तः श्रूयन्ते।' इदं च तेषां भवे पुनरागमनं रागद्वेषाविनाभावि । વૈષવાળા પરમાત્મા હોતા નથી. વળી “રાગ-દ્વેષ વિનાના” એ વિશેષણ અન્ય દર્શનવાળાઓએ માનેલા તીર્થકરોનો વ્યવચ્છેદ કરે છે, કેમકે તેઓ એમ માને છે કે તીર્થકરો પોતાના તીર્થની હાનિ જોઈને પાછા સંસારમાં આવે છે. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીએ એકવિંશતિદ્રાવિંશિકામાં કહ્યું છે કે – “(બુદ્ધ વગેરે) કર્મરૂપી ઇંધન બળી ગયા (ક્ષય થઈ ગયા પછી ભયને ગણકાર્યા વિના નિર્વાણને મથીને ફરી સંસારમાં આવે છે. આ અનિષ્ટ છે. સ્વયં મુક્ત થઈને પરોપકારમાં પરાક્રમી એવો તે ફરી સંસાર માંડે છે. હે પ્રભુ! તારા શાસનના વિરોધીઓમાં અહીં મોહરાજાનું રાજ્ય પ્રવર્તે છે. (૨/૧૮)' બીજે પણ કહ્યું છે – “જ્ઞાની અને ધર્મતીર્થના કરનારા પરમપદમાં જઈને પોતાના તીર્થની હાનિ જોઈને ફરી પણ સંસારમાં જાય છે.' શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ શ્રીષદર્શનસમુચ્ચયના ૪૬મા શ્લોકની શ્રી સોમતિલકસૂરિજી કૃત ટીકામાં પણ કહ્યું છે - “બીજા બુદ્ધ વગેરે (અન્ય દર્શનના તીર્થકરો) મોક્ષ પામીને પણ તીર્થની હાનિ વગેરે થવા પર ફરી ફરી સંસારમાં અવતરે છે.' શ્રીષદર્શનસમુચ્ચયના ૪૬મા શ્લોકની અજ્ઞાતકર્તક અવચૂરિમાં પણ કહ્યું છે - બીજા બુદ્ધ વગેરે (અન્ય દર્શનના તીર્થકરો) મોક્ષને પામીને પણ પોતાના તીર્થનો તિરસ્કાર જોઈને ફરી સંસારમાં અવતરે છે એવું સંભળાય છે. આ તેમનું સંસારમાં પાછું આવવું એ રાગ-દ્વેષથી જ થાય છે.