Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 341
________________ २९२ मुनिर्निर्ममः शान्तश्च भवेत् योगसारः ३/२९ भाव्यम् । सर्वत्र निर्ममः सुखेनैव मोहमुच्छिनत्ति । उक्तञ्च ज्ञानसारे मोहाष्टके - 'अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्थ्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥४१॥' अध्यात्मकल्पद्रुमे समताधिकारेऽप्युक्तम् -'निजः परो वेति कृतो विभागो, रागादिभिस्ते त्वरयस्तवाऽऽत्मन् ! । चतुर्गतिक्लेशविधानतस्तत्, प्रमाणयनस्यरिनिर्मितः किम् ॥२२॥' एवं मुनिर्निममो भवेत् । चित्तसमुद्रे रागद्वेषोर्मय उत्तिष्ठन्ति । तेन चित्तमशान्तं भवति । यदा चित्ते रागद्वेषोर्मयो न प्रादुर्भवन्ति तदा चित्तं शान्तं भवति । एवं मुनिना शान्तेन भवितव्यम् । लोभादिच्छा भवति । इच्छाव्यकुलो जीव इच्छां पूरयितुमिच्छति । स मन्यते इच्छापूरणेनाऽहं सुखीभविष्यामीति । यथा यथा स इच्छां पूरयति तथा तथा तस्येच्छा वर्धते । एवं सोऽधिकं दुःखीभवति । तत इच्छा न पूरणीया, परन्त्विच्छोन्मूलनीया। निरीहः समतासुखमनुभवति । यदुक्तं ज्ञानसारे निःस्पृहाष्टके - 'परस्पृहा महादुःखं, निःस्पृहत्वं છોડી નિર્મમ થવું. બધે નિર્મમ હોય એ સુખેથી મોહને ઉચ્છેદે છે. જ્ઞાનસારમાં મોહાષ્ટકમાં કહ્યું છે - “હું અને મારું આ મોહનો જગતને આંધળો કરનાર મંત્ર છે. નકારપૂર્વકનો આ જ મંત્ર એ મોહને જીતનારો પ્રતિમંત્ર પણ છે. (૪૧) અધ્યાત્મકલ્પદ્રુમમાં સમતાધિકારમાં પણ કહ્યું છે – “હે આત્મન્ ! “આ મારો કે આ પારકો એવો વિભાગ રાગ વગેરેથી કરાયેલો છે. તે તો ચારે ગતિના દુઃખ આપનારા હોવાથી દુશ્મનો છે, તો પછી તેમને પ્રમાણ માનનારો તું શું દુશ્મનોથી બનેલો છે? (૧૨૨) આમ મુનિએ નિર્મમ થવું. ચિત્તસમુદ્રમાં રાગ-દ્વેષના મોજા ઊછળે છે. તેથી ચિત્ત અશાંત બને છે. જયારે ચિત્તમાં રાગ-દ્વેષના મોજા ઊછળતાં નથી, ત્યારે ચિત્ત શાંત થઈ જાય છે. આમ મુનિએ શાંત થવું. લોભથી ઇચ્છા થાય છે. ઇચ્છાથી વ્યાકુળ જીવ ઇચ્છાને પૂરવા ઇચ્છે છે. તે માને છે કે ઇચ્છા પૂરવાથી હું સુખી થઈશ. જેમ જેમ તે ઇચ્છાને પૂરે છે, તેમ તેમ તેની ઇચ્છા વધે છે. આમ તે વધુ દુઃખી થાય છે. માટે ઇચ્છાને પૂરવી નહીં, પણ ઇચ્છાને ઉખેડવી. ઇચ્છા વિનાનો જીવ સમતાસુખને અનુભવે છે. જ્ઞાનસારમાં નિઃસ્પૃહાષ્ટકમાં કહ્યું છે – “પરની સ્પૃહા એ મહાદુઃખ છે. નિઃસ્પૃહતા એ મહાસુખ

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350